________________
થઈને તેમણે પોતાની જુદી યોજના બનાવી અને તે આનંદનો વિષય છે કે તેમની યોજના અંતર્ગત પં. શ્રી કૈલાશચંદ્ર દ્વારા લિખિત “જૈન સાહિત્ય કા ઇતિહાસ: પૂર્વપીઠિકા શ્રી ગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રંથમાલા, વારાણસીથી વીરનિ. સં. ૨૪૮૯માં પ્રકાશિત થયેલ છે. જૈનો દ્વારા લિખિત સાહિત્યનો જેટલો વધુ પરિચય કરાવવામાં આવે તેટલો સારો જ છે. એ પણ લાભ છે કે વિવિધ દૃષ્ટિકોણથી સાહિત્યની સમીક્ષા થશે. આથી અમે એ યોજનાનું સ્વાગત જ કરીએ છીએ.
અમદાવાદમાં વિદ્વાનોએ જે યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું તથા તે સમયે જે લેખકો નિશ્ચિત થયા તેમાંથી કેટલાકે જ્યારે પોતાનો અંશ લખીને આપ્યો નહિ ત્યારે તેટલો અંશ બીજા પાસે લખાવવો પડ્યો છે, પરંતુ મૂળ યોજનામાં પરિવર્તન કરવાનું ઉચિત સમજવામાં આવ્યું નથી. અમને આશા છે કે અમે યથાસંભવ તે મૂળ યોજના અનુસાર ઈતિહાસનું કાર્ય આગળ વધારીશું.
“જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ જે કેટલાક ભાગોમાં પ્રકાશિત થવાનો છે તેમાં આ પ્રથમ ભાગ છે. જૈન અંગગ્રંથોનો પરિચય પ્રસ્તુત ભાગમાં મારે જ લખવાનો હતો પરંતુ થયું એમ કે પાર્શ્વનાથ વિદ્યાશ્રમે પં. બેચરદાસજીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન આગમોના વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કર્યા. તેમણે આ વ્યાખ્યાનો વિસ્તૃત રૂપે ગુજરાતીમાં લખ્યાં પણ હતાં. આથી એ ઉચિત સમજવામાં આવ્યું કે તે જ વ્યાખ્યાનોને આધારે પ્રસ્તુત ભાગ માટે અંગગ્રંથોનો પરિચય હિન્દીમાં લખવામાં આવે. ડૉ. મોહનલાલ મેહતાએ આ વાત સહર્ષ સ્વીકારી લીધી અને એ રીતે મારો ભાર હળવો થયો. ડૉ. મેહતાએ લખેલ “અંગ ગ્રંથોનો પરિચય પ્રસ્તુત ભાગમાં મુદ્રિત છે.
પં. શ્રી બેચરદાસજીનું આગમોનું અધ્યયન ગહન છે, તેમની શોધખોળ પણ સ્વતંત્ર છે અને આગમોના વિષયમાં લખનારાઓમાં તેઓ અગ્રદૂત જ છે. તેમના જ વ્યાખ્યાનોના આધારે લખાયેલ પ્રસ્તુત અંગ-પરિચય જો વિદ્વાનોને અંગઆગમના અધ્યયન પ્રતિ આકર્ષિત કરી શકશે તો યોજકો આ પ્રયાસને સફળ માનશે. વૈદિકધર્મ અને જૈનધર્મઃ
વૈદિકધર્મ અને જૈનધર્મની તુલના કરવામાં આવે તો જૈનધર્મનું જે રૂપ તેના પ્રાચીન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, તે વેદમાં ઉપલબ્ધ થતા વૈદિક ધર્મથી અત્યધિક માત્રામાં સુસંસ્કૃત છે. વેદના ઇન્દ્ર આદિ દેવોનું રૂપ અને જૈનોના આરાધ્યનું સ્વરૂપ જોવામાં આવે તો વૈદિકદેવ સામાન્ય મનુષ્યથી અધિક શક્તિશાળી છે પરંતુ વૃત્તિઓની દષ્ટિથી હીન જ છે. માનવસહજ ક્રોધ, રાગ, દ્વેષ વગેરે વૃત્તિઓનું વૈદિક દેવોમાં સામ્રાજય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org