________________
લખવામાં આવે. તેમાં ગહન ચિંતનપૂર્વક સમીક્ષા કદાચ સંભવિત ન હોય તો પણ ગ્રંથનો સામાન્ય વિષય-પરિચય આપવામાં આવે, જેથી કેટલા વિષયના કયા કયા ગ્રંથો છે – તેની તો જાણ વિદ્વાનોને થઈ જ જશે અને પછી જિજ્ઞાસુ વિદ્વાનો પોતાના રસના ગ્રંથો જાતે વાંચવા લાગશે.
આ વિચારને સ્વ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલે ગતિમાન કર્યો અને એવો નિશ્ચય થયો કે ઈ.સ. ૧૯૫૩માં અમદાવાદમાં ભરાનારા પ્રાચ્યવિદ્યા પરિષદના સંમેલનના અવસરે ત્યાં વિદ્વાનોની ઉપસ્થિતિ હશે, આથી તે અવસરનો લાભ ઉઠાવી એક યોજના વિદ્વાનો સમક્ષ મૂકવામાં આવે. આ જ વિચાર લઈને યોજનાનું પૂર્વરૂપ વારાસણીમાં તૈયાર કરવામાં આવ્યું અને અમદાવાદમાં ઉપસ્થિત નીચેના વિદ્વાનો સાથે પરામર્શ કરી તેને અંતિમ રૂપ આપવામાં આવ્યું -
૧. મુનિશ્રી પુણ્યવિજયજી ૨. આચાર્ય જિનવિજયજી ૩. પં. સુખલાલજી સંઘવી ૪. પં. બેચરદાસજી દોશી ૫. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ ૬. ડો. એ. એન. ઉપાધ્ય ૭. ડૉ. પી. એલ. વૈદ્ય ૮. ડૉ. મોતીચંદ્ર ૯. શ્રી અગરચંદ નાહટા ૧૦. ડૉ. ભોગીલાલ સાંડેસરા ૧૧. ડૉ. પ્રબોધ પંડિત ૧૨. ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી ૧૩. પ્રા. પદ્મનાભ જૈની ૧૪. શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ – જયભિખ્ખું
૧૫. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અહીં એ બતાવવું પણ જરૂરી છે કે વારાસણીમાં યોજનાસંબંધી વિચાર જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે તેમાં સંપૂર્ણ સહયોગ પં. શ્રી મહેન્દ્રકુમારજીનો હતો અને તેમની પ્રેરણાથી પંડિતદ્વય શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રી તથા શ્રી ફૂલચંદ્રજી શાસ્ત્રી પણ સહયોગ આપવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ યોજનાનું પૂર્વરૂપ જયારે તૈયાર થયું ત્યારે આ ત્રણે પંડિતોએ નિર્ણય કર્યો કે અમારે અલગ થઈ જવું જોઈએ. આથી તેમના સહયોગથી અમે વંચિત જ રહ્યા–એનું દુ:ખ સૌથી અધિક મને છે. અલગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org