________________
(૨)
પ્રસ્તુત ઇતિહાસની યોજના અને મર્યાદા:
પ્રસ્તુત ગ્રંથ “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસની મર્યાદા શું છે, તે સ્પષ્ટ કરવું આવશ્યક છે. આ માત્ર જૈન ધર્મ કે દર્શન સંબંધી સાહિત્યનો ઇતિહાસ નહિ હોય, પરંતુ જેનો દ્વારા વિરચિત સમગ્ર સાહિત્યનો ઈતિહાસ હશે.
સાહિત્યમાં એવો ભેદ કરવો કે આ જૈનોનું લખેલું છે અને આ જૈનેતરોનું, ઉચિત તો નથી, પરંતુ વિવશ થઈને જ એવું કરવું પડ્યું છે. ભારતીય સાહિત્યના ઇતિહાસમાં જૈનો દ્વારા લખાયેલા વિવિધ સાહિત્યની ઉપેક્ષા થતી આવી છે. જો એમ ન હોત તો આ પ્રયત્ન જરૂરી ન હોત. ઉદાહરણ રૂપે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં જ્યારે પુરાણો પર લખવાનું હોય કે મહાકાવ્યો પર લખવાનું હોય ત્યારે ઇતિહાસકાર ઘણુંખરું હિન્દુ પુરાણોથી જ સંતોષ માની લે છે અને આ જ હાલત મહાકાવ્યોની પણ છે. આ ઉપેક્ષાના કારણોની ચર્ચા જરૂરી નથી, પરંતુ જે ગ્રંથોનો વિશેષ અભ્યાસ થતો હોય તેમના પર લખવાનું ઇતિહાસકારને માટે સરળ હોય છે એ એક મુખ્ય કારણ છે. “કાદમ્બરી' ભણનારા-ભણાવનારા ઘણા છે, એટલા માટે તેની ઉપેક્ષા ઇતિહાસકાર કરી શકતો નથી. પરંતુ ધનપાલની “તિલકમંજરી'ના વિષયમાં ઘણુંખરું ઉપેક્ષા જ કરવામાં આવી છે કેમ કે તે પાઠ્યપુસ્તક નથી. પરંતુ જે વિરલ વ્યક્તિઓએ તે વાંચેલ છે તેઓ તેના પણ ગુણ જાણે છે.
ઇતિહાસકારને તો એટલી ફુરસદ ક્યાંથી હોય કે તે એક એક ગ્રંથ પોતે વાંચે અને તેનું મૂલ્યાંકન કરે? થાય છે. મોટા ભાગે એવું જ કે જે ગ્રંથોની ચર્ચા વધુ થઈ હોય તેમને જ ઇતિહાસ-ગ્રંથમાં સ્થાન મળે છે, બીજા ગ્રંથોની પ્રાય: ઉપેક્ષા થાય છે. “યશસ્તિલક' જેવા ચંપૂની ઘણાં વર્ષો સુધી ઉપેક્ષા જ થતી રહી પરંતુ ડૉ. હિંદકીએ જ્યારે તે વિષયમાં આખું પુસ્તક લખી નાખ્યું ત્યારે તેની ઉપર વિદ્વાનોનું ધ્યાન ગયું.
આ જ પરિસ્થિતિ જોઈને જ્યારે આ ઇતિહાસની યોજના બની રહી હતી ત્યારે ડૉ. એ. એન. ઉપાધ્યનું સૂચન હતું કે ઇતિહાસની પહેલાં વિભિન્ન ગ્રંથો કે વિભિન્ન વિષયો પર અભ્યાસલેખો લખાવવામાં આવે. એટલે ઇતિહાસની સામગ્રી તૈયાર થશે અને ઇતિહાસકાર માટે ઇતિહાસ લખવાનું સરળ બનશે. તેમનું આ બહુમૂલ્ય સૂચન યોગ્ય જ હતું પરંતુ ઉચિત એમ સમજવામાં આવ્યું કે જ્યાં સુધી આવા લેખો તૈયાર ન થઈ જાય ત્યાં સુધી હાથ પર હાથ ધરી બેસી રહેવું પણ ઠીક નથી. આથી નિશ્ચય થયો કે મધ્યમમાર્ગે જૈન સાહિત્યનો ઈતિહાસ અનેક વિદ્વાનોની મદદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org