________________
પરિશિષ્ટ-૨
૨૮૩
ઉલ્લેખ કર્યો છે તેમ જ તેને પ્રમાણરૂપે સ્વીકાર્યું છે. ભટ્ટાકલંક નિર્દિષ્ટ આ વિષય વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના ૨૪મા શતકના ૨૨મા ઉદ્દેશકના ૧૬મા તેમ જ ૧૭મા પ્રશ્નોત્તરમાં મળે છે. ધવલાકાર વીરસેન ‘તોળો વાપવિટ્ટિો ત્તિ નિયાદપળત્તિવયળાવો’ (ષટ્ખંડાગમ, ૩, પૃ. ૩૫) એમ કહીને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનો પ્રમાણરૂપે ઉલ્લેખ કરે છે. આ વિષય વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પ્રથમ શતકના છઠ્ઠા ઉદ્દેશકના ૨૨૪મા પ્રશ્નોત્તરમાં મળે છે. એ જ રીતે દશવૈકાલિક, અનુયોગદ્વાર, સ્થાનાંગ અને વિશેષાવશ્યકભાષ્ય સંબંધી અનેક સંદર્ભો અને અવતરણો ધવલા ટીકામાં મળે છે. આ વિશે વધુ જાણકારી તે તે ભાગના પરિશિષ્ટો જોવાથી મળી શકે છે. અચેલક પરંપરાના મૂલાચાર ગ્રંથના ષડાવશ્યકના સપ્તમ અધિકારમાં આવતી ૧૯૨મી ગાથાની વૃત્તિમાં આચાર્ય વસુનંદી સ્પષ્ટ લખે છે કે આ વિષયની વધુ જાણકારી આચારાંગમાંથી કરી લેવી જોઈએ ઃ આવારાકાત્ મતિ જ્ઞાતવ્યઃ । આ આચારાંગસૂત્ર તે જ છે જે વર્તમાન સમયમાં સચેલક પરંપરામાં વિદ્યમાન છે. મૂલાચારમાં એવી અનેક ગાથાઓ છે જે આવશ્યકનિર્યુક્તિની ગાથાઓ સાથે ઘણી મળતી આવે છે. તેમની વ્યાખ્યામાં પાછળથી થયેલ સંકુચિત પરંપરાભેદ અથવા પરસ્પર સંપર્કના અભાવને કારણે કેટલુંક અંતર જરૂર જણાય છે.
આ રીતે અચેલક પરંપરાની સાહિત્યસામગ્રી જોવાથી સ્પષ્ટ માલૂમ પડે છે કે આ પરંપરામાં પણ અંગ વગેરે આગમોને સુપ્રતિષ્ઠિત સ્થાન મળેલું છે. આગ્રહનો અતિરેક થતાં વિપરીત પરિસ્થિતિનો જન્મ થયો અને પરસ્પરના સંપર્ક તથા સ્નેહનો હ્રાસ થતો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org