________________
પરિશિષ્ટ ૩ આગમોનું પ્રકાશન અને સંશોધન
એક સમય એવો હતો જ્યારે ધર્મગ્રંથો લખવાનો રિવાજ ન હતો. તે કાળે ધર્મપરાયણ આત્માર્થી લોકો ધર્મગ્રંથો કંઠસ્થ કરીને સુરક્ષિત રાખતા અને ઉપદેશ વડે તેમનો યથાશક્ય પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા. શારીરિક અને સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન થતાં જૈન નિગ્રંથોએ અપવાદનો આશ્રય લઈને પણ આગમાદિ ગ્રંથોને તાડપત્ર વગેરે પર લિપિબદ્ધ કર્યા. આ રીતે લિખિત સાહિત્યની સુરક્ષા માટે ભારતમાં જૈનોએ જે પ્રયત્ન, પરિશ્રમ અને અર્થવ્યય કર્યો છે તે અજોડ છે. આવું હોવા છતાં પણ હસ્તલિખિત ગ્રંથો દ્વારા અધ્યયન-અધ્યાપન તથા પ્રચારકાર્ય જેટલું થવું જોઈએ તેટલું નથી થઈ શકતું. મુદ્રણયુગનો પ્રાદુર્ભાવ થતાં પ્રત્યેક ધર્મના આચાર્યો અને ગૃહસ્થો સાવધાન બન્યા અને પોતપોતાનું ધર્મસાહિત્ય છપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તિબેટી પંડિતોએ મુદ્રણકળાનો આશ્રય લઈ પ્રાચીન સાહિત્યની સુરક્ષા કરી. વૈદિકો અને બૌદ્ધ લોકોએ પણ પોતપોતાના ધર્મગ્રંથો છપાવીને પ્રકાશિત કર્યા. જૈનાચાર્યો અને જૈન ગૃહસ્થોએ પોતાના આગમગ્રંથો પ્રકાશિત કરવાનો તે સમયે કોઈ પ્રયત્ન ન કર્યો. તેઓએ આગમપ્રકાશનમાં અનેક પ્રકારના ધાર્મિક વિઘ્નો જોયાં. કોઈ કહેતું કે છાપવાથી તો આગમોની આશાતના અર્થાતુ અપમાન થવા લાગશે. કોઈ કહેતું કે છાપવાથી તે સાહિત્ય ગમે તેના હાથમાં પહોંચશે જેથી તેનો દુરુપયોગ પણ થવા લાગશે. કોઈ કહેતું કે છાપવામાં આરંભ-સમારંભ હોવાને કારણે પાપ લાગશે. કોઈ કહેતું કે છાપવાથી તો શ્રાવકો પણ આગમ વાંચવા લાગશે જે ઉચિત નથી. આ રીતે વિવિધ દૃષ્ટિએ સમાજમાં આગમોના પ્રકાશન વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું. આવું થવા છતાં પણ કેટલાક સાહસી અને પ્રગતિશીલ જૈન આગેવાનોએ આગમસાહિત્યના પ્રકાશનનો પ્રારંભ કર્યો. તે માટે તેમણે પરંપરાગત અનેક રૂઢિઓનો ભંગ કરવો પડ્યો.
અજીમગંજ, બંગાળના બાબુ ધનપતિસિંહજીને આગમો મુદ્રિત કરવાનો વિચાર સહુપ્રથમ આવ્યો. તેમણે સમસ્ત આગમો ટબા સાથે પ્રકાશિત કર્યા. એમ સાંભળવામાં આવે છે કે તેમની પછી શ્રી વીરચંદ રાઘવજીને પ્રથમ સર્વધર્મ પરિષદમાં શિકાગો મોકલનારા વિજયાનંદસૂરિજીએ પણ આગમપ્રકાશનને ટેકો આપ્યો અને આ કાર્ય કરનારાઓને પ્રોત્સાહિત કર્યા. શેઠ ભીમસિંહ માણેકે પણ આગમપ્રકાશનની પ્રવૃત્તિ શરૂ કરી અને ટીકા તથા અનુવાદ સાથે એકાદ બે આગમો પ્રકાશિત કર્યા. વિદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org