SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ અંગઆગમ આ ગાથાઓ સવૃત્તિક આવશ્યક સૂત્ર (પૃ. ૬૫૩)ના પ્રતિક્રમણાધિકારમાં છે. સૂત્રકૃતાંગના ત્રેવીસ અધ્યયનોનાં નામો પ્રતિક્રમણગ્રંથત્રયીની વૃત્તિમાં આ પ્રમાણે છે : सम ए वेदालिज्जे एत्तो उवरसग्ग इत्थिपरिणामे। णरय तर वीरथु'दी कुसोल परिभासए वीरिए ॥ १ ॥ धम्मो य अग्ग मग्गेर समोवरसर णंतिकाल१३ गंथहिदे। आदा तदित्थगाथा'५ पुंडरीको किरियाठाणेय ॥ २ ॥ आहारय परिमाणे पच्चक्खाण अणगार गुणकित्ति । सुद अत्थ२२ णालंदे२३ सुद्दयउज्झाणाणि तेवीसं ॥ ३ ॥ આ ગાથાઓ સાથે બરાબર મળતો આવતો પાઠ ઉક્ત આવશ્યક સૂત્ર (પૃ. ૬૫૧ તથા ૬૫૮)માં આ પ્રમાણે છે: समए'वेया लीयं उवसग्ग परिण्ण थीप"रिण्णा य । निरयविभत्ती वीरत्थ ओ य कुसीलाणं परिहा सा ॥ १ ॥ वीरिय धम्म समाही मग्ग१ समोसरणं१२ अहतहं३ गंथो । जमईअं५ तह गाहा६ सोलसमं होइ अज्झयणं ॥२॥ पुंडरीय किरियट्ठाणं आहारप९ रिण्ण पच्चक्खा । णाकिरियाय अणगार१ अद्द२२ नालंद सोलसाइं तेवीसं ॥ ३ ॥ અચેલક પરંપરાના ગ્રંથ ભગવતીઆરાધના અથવા મૂલઆરાધનાની અપરાજિતસૂરિકૃત વિજયોદયા નામક વૃત્તિમાં આચારાંગ, દશવૈકાલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગના પાઠોનો ઉલ્લેખ કરી અહીં તહીં કેટલીક ચર્ચા કરવામાં આવી છે. તેમાં નિષેધsfi૩મ્' (પૃ. ૬૧૨) તેમ કહીને નિશીથસૂત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, ભગવતીઆરાધનાની અનેક ગાથાઓ સચેલક પરંપરાના પન્ના–પ્રકીર્ણક વગેરે ગ્રંથોમાં અક્ષરશઃ મળે છે. આનાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે પ્રાચીન સમયમાં અચેલક પરંપરા અને સચેલક પરંપરા વચ્ચે ઘણો સારો સંપર્ક હતો. તેમને એકબીજાનાં શાસ્ત્રોનું જ્ઞાન પણ હતું. તત્ત્વાર્થસૂત્રના “વિનયતિપુ વિરમઃ' (૪. ૨૬)ની વ્યાખ્યા કરતાં રાજવાર્તિકકાર ભટ્ટાકલંકે “પર્વ દિ વ્યાધ્યાપ્રજ્ઞસવંદપુ ૩$P એમ કહીને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત ભગવતીસૂત્રનો સ્પષ્ટ ૧. ઉદાહરણ માટે જુઓ–પૃ. ૨૭૭, ૩૦૭, ૩૫૩, ૬૦૯, ૬૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy