________________
પરિશિષ્ટ ર અચેલક પરંપરાના પ્રાચીન ગ્રંથોમાં સચેલકસંમત
અંગાદિગત અવતરણોનો ઉલ્લેખ
જે રીતે વર્તમાન અંગસૂત્રો વગેરે આગમો સચેલક પરંપરાને માન્ય છે તે જ રીતે અચેલક પરંપરાને પણ માન્ય રહ્યાં છે, એમ સ્પષ્ટ પ્રતીત થાય છે. અચેલક પરંપરાનાં લઘુ પ્રતિક્રમણ સૂત્રના મૂળ પાઠમાં જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયનો ગણાવ્યાં છે. એ જ રીતે સૂત્રકૃતાંગનાં ત્રેવીસ અને આચારપ્રકલ્પ (આચારાંગ)નાં અઠ્યાવીસ અધ્યયનોનાં નામ આપવામાં આવ્યાં છે. રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં પણ અંગવિષયક ઉલ્લેખો મળે છે પરંતુ અમુક સૂત્રમાં આટલાં અધ્યયનો છે એવો ઉલ્લેખ તેમાં મળતો નથી. આ જાતનો સ્પષ્ટ ઉલ્લેખ અચેલક પરંપરાના લઘુ પ્રતિક્રમણ અને સચેલક પરંપરાનાં સ્થાનાંગ, સમવાયાંગ અને નંદિસૂત્રમાં મળે છે. આ રીતનો ઉલ્લેખ અચલક પરંપરાના પ્રસિદ્ધ ગ્રંથ પ્રતિક્રમણગ્રંથત્રયીની આચાર્ય પ્રભાચન્દ્ર કૃત વૃત્તિમાં વિસ્તારપૂર્વક મળે છે, જો કે આ નામો અને સચેલક પરંપરાસંમત નામોમાં ક્યાંક ક્યાંક અંતર છે, જે નગણ્ય છે.
જ્ઞાતાસૂત્રનાં ઓગણીસ અધ્યયનોનાં નામો લઘુપ્રતિક્રમણ સૂત્રમાં આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે :
उक्कोडणाग कुम्म अंडय रोहिणि सिस्स तुंब संघादे । मादंगिम ल्लि चंदिन तावद्देवय तिकर तलाय२ किण्णे१३ ॥ १॥ सुसुकेय अवरकंके५ नंदीफल१६ उदगणाहर मंडुक्के१८ । एता य पुंडरीगो९ णाहज्झाणाणि उणवीसं ॥ २ ॥ સચેલક પરંપરામાં આ વિષયની સંગ્રહગાથાઓ આ પ્રમાણે છે :उक्खित्ते' णाए संघाडे अंडे' कुम्मे सेलए' । तुंबे य रोहिणी मल्ली मागंदी चंदिमा० इय ।। १॥ दावद्दवे१ उदगणाए१२ मंडुक्कर३ तेयली४ चेव । नंदिफले५ अवरकंका६ आयन्ने सुंसु८ पुंडरीया'९ ॥ २ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org