________________
પરિશિષ્ટ ૧ દૃષ્ટિવાદ
બારમું અંગ દષ્ટિવાદ અનુપલબ્ધ છે આથી તેનો પરિચય કેવી રીતે આપી શકાય? નંદિસૂત્રમાં તેનો સાધારણ પરિચય આપવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે
દષ્ટિવાદની વાચનાઓ પરિમિત અર્થાત અનેક છે, અનુયોગદ્વારો સંખેય છે, વેઢ (છંદવિશેષ) સંખેય છે, શ્લોકો સંખેય છે, પ્રતિપત્તિઓ (સમજાવવાનાં સાધનો) સંખેય છે, નિર્યુક્તિઓ સંખ્યય છે, સંગ્રહણીઓ સંખ્યય છે, અંગની અપેક્ષાએ આ બારમું અંગ છે, તેમાં એક શ્રુતસ્કંધ છે, સંખેય સહસ્ર પદો છે, અક્ષરો સંખ્યય છે, ગમો અને પર્યવો અનંત છે. તેમાં ત્રસ અને સ્થાવર જીવો, ધર્માસ્તિકાય વગેરે શાશ્વત પદાર્થો અને ક્રિયાજન્ય પદાર્થોનો પરિચય છે. એ રીતે જિનપ્રણીત સમસ્ત ભાવોનું નિરૂપણ આ બારમા અંગમાં મળે છે. જે મુમુક્ષુ આ અંગમાં બતાવેલી પદ્ધતિ અનુસાર આચરણ કરે છે તે જ્ઞાનના અભેદની અપેક્ષાએ દષ્ટિવાદરૂપ બની જાય છે–તેનો જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે.
દષ્ટિવાદના પૂર્વ વગેરે ભવોના વિષયમાં પહેલાં પ્રકાશ પાડવામાં આવેલ છે (પૃ. ૪૪, ૪૮-૫૧). આ બારમું અંગ ભદ્રબાહુના સમયથી જ નષ્ટપ્રાયઃ છે. આથી તેના વિષયમાં સ્પષ્ટરૂપે કંઈ પણ જાણી શકાતું નથી. મલધારી હેમચન્દ્ર પોતાની વિશેષાવશ્યકની વૃત્તિમાં કેટલીક ભાષ્યગાથાઓ “પૂર્વગત’ બતાવી છે. તે સિવાય આના વિશે વિશેષ પરિચય મળતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org