________________
અંગઆગમ
૨૦૮
અને તેમની માતાઓને ભોજનના બહાને એક મહેલમાં એકઠી કરી મહેલને આગ લગાવી. બધી સ્ત્રીઓ સળગીને રાખ થઈ ગઈ. હત્યારો રાજા મરીને નરકમાં ગયો. ત્યાંનું આયુષ્ય સમાપ્ત કરી દેવદત્તા નામે સ્રી થયો. દેવદત્તાનો વિવાહ એક રાજપુત્ર સાથે થયો. રાજપુત્ર માતૃભક્ત હતો એથી વધુ સમય માતાની સેવામાં જ વ્યતીત કરતો હતો. પ્રાતઃકાળ ઉઠતાં જ રાજપુત્ર પુષ્પનંદી માતા શ્રીદેવીને પ્રણામ કરતો. ત્યારબાદ તેના શરીરે પોતાના હાથેથી તેલ વગેરેની માલિશ કરી તેને નવરાવતો અને ભોજન કરાવતો. ભોજન કર્યા પછી પોતાના ઓરડામાં તે સૂઈ જતી ત્યારે જ પુષ્પનંદી નિત્યકર્મથી નિવૃત્ત થઈ ભોજન કરતો. આથી દેવદત્તાના આનંદમાં વિઘ્ન થવા લાગ્યું. તે રાજમાતાની જીવનલીલા સમાપ્ત કરવાનો ઉપાય વિચારવા લાગી. એકવાર રાજમાતા મદ્યપાન કરી નિશ્ચિત બની સૂઈ ગઈ હતી ત્યારે દેવદત્તાએ તમ લોહશલાકા તેની ગુદામાં જો૨થી ઘુસાડી દીધી. રાજમાતાનું મૃત્યુ થયું. રાજાને દેવદત્તાના આ કુકર્મની જાણ થઈ ગઈ. તેણે તેને પકડાવી મૃત્યુદંડનો આદેશ આપ્યો.
અંજૂ ઃ
દસમી કથા અંજૂની છે. સ્થાનનું નામ વર્ધમાનપુર, રાજાનું નામ વિજય, સાર્થવાહનું નામ ધનદેવ, સાર્થવાહની પત્નીનું નામ પ્રિયંગુ અને સાર્થવાહપુત્રીનું નામ અંજૂ છે. અંજૂ પૂર્વભવમાં ગણિકા હતી. ગણિકાનું પાપમય જીવન સમાપ્ત કરી ધનદેવની પુત્રી જન્મી હતી. અંજૂના લગ્ન રાજા વિજય સાથે થયા. પૂર્વકૃત પાપકર્મોને કારણે અંજૂને યોનિથૂળ રોગ થયો. અનેક ઉપચાર કરવા છતાં રોગ શાંત ન થયો.
ઉપર્યુક્ત કથામાં ઉલ્લિખિત પાત્રો ઐતિહાસિક છે કે નહિ તે કહી શકાતું નથી. સુખવિપાક :
સુખવિપાક નામે દ્વિતીય શ્રુતસ્કંધમાં આવતી દસ કથાઓમાં પુણ્યનાં પરિણામની ચર્ચા છે. જે રીતે દુ:ખવિપાકની કથાઓમાં કોઈ અસત્યભાષીની તથા મહાપરિગ્રહીની કથા નથી આવતી તે જ રીતે સુખવિપાકની કથાઓમાં કોઈ સત્યભાષીની તથા ઐચ્છિક અલ્પ પરિગ્રહીની કથા નથી આવતી. આચારના આ પક્ષનું વિપાકસૂત્રમાં પ્રતિનિધિત્વ ન હોવું અવશ્ય વિચારણીય છે.
વિપાકનો વિષય :
આ સૂત્રના વિષયસંબંધમાં અચેલક પરંપરાના રાજવાર્તિક, ધવલા, જયધવલા અને અંગપણત્તિમાં બતાવવામાં આવ્યું છે કે આમાં દુઃખ અને સુખના વિપાક અર્થાત્ પરિણામનું વર્ણન છે. સચેલક પરંપરાનાં સમવાયાંગ તથા નંદીસૂત્રમાં પણ આ જ પ્રકારના વિપાકના વિષયનો પરિચય આપવામાં આવ્યો છે. આ રીતે વિપાકસૂત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org