________________
વિપાકસૂત્ર ઉંબરદત્ત અને ધવંતરિ વૈદ્યઃ
સાતમી કથા ઉંબરદત્તની છે. ગામનું નામ પાટલિખંડ, રાજાનું નામ સિદ્ધાર્થ, સાર્થવાહનું નામ સાગરદત્ત, તેની ભાર્યાનું નામ ગંગદત્તા અને તેના પુત્રનું નામ ઉંબરદત્ત છે. ઉંબરદત્ત પૂર્વભવમાં ધવંતરિ નામે વૈદ્ય હતો. ધવંતરિ અષ્ટાંગ આયુર્વેદનો જ્ઞાતા હતો : બાલચિકિત્સા, શાલાક્ય, શલ્ય ચિકિત્સા, કાયચિકિત્સા, વિષચિકિત્સા, ભૂતવિદ્યા, રસાયણ અને વાજીકરણ. તેનાં લઘુહસ્ત, શુભહસ્ત અને શિવહસ્ત વિશેષણો કુશળતાનાં સૂચક હતાં. તે અનેક પ્રકારના રોગીઓની ચિકિત્સા કરતો હતો. શ્રમણો તથા બ્રાહ્મણોની પરિચર્યા કરતો હતો. ઔષધિમાં વિવિધ પ્રકારનાં માંસનો ઉપયોગ કરવાને કારણે ધવંતરિ મરીને નરકમાં ગયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સાગરદત્તનો પુત્ર ઉંબરદત્ત થયો. માતાએ ઉંબરદત્ત નામક યક્ષની માનતા કરવાને કારણે તેનું નામ પણ ઉંબરદત્ત રાખવામાં આવ્યું. તેનો પિતા વહાણ તૂટી જવાને કારણે સમુદ્રમાં ડૂબી મરી ગયો. માતા પણ મૃત્યુ પામી. ઉંબરદત્ત અનાથ થઈ ઘરે ઘરે ભીખ માગવા લાગ્યો. તેને અનેક રોગોએ ઘેરી લીધો. હાથ-પગની આંગળીઓ ખરી ગઈ. આખા શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. ઉંબરદત્તને આવી હાલતમાં જોઈને ગૌતમે મહાવીરને પ્રશ્ન કર્યો. મહાવીરે તેના પૂર્વભવ અને આગામી ભવ પર પ્રકાશ પાડ્યો અને બતાવ્યું કે અંતમાં તે મહાવિદેહમાં મુક્ત થશે. શૌરિક માછીમારઃ
આઠમી કથા શૌરિક નામના માછીમારની છે. શૌરિક ગળામાં માછલીનો કાંટો ફસાઈ જવાથી તીવ્ર વેદનાથી કરાંજી રહ્યો હતો. તે પૂર્વજન્મમાં કોઈ રાજાનો રસોયો હતો કે જે વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓનું માંસ પકાવતો, માંસના વૈવિધ્યથી રાજારાણીને ખુશ રાખતો અને પોતે પણ માંસાહાર કરતો હતો. પરિણામે તે મરીને શૌરિક માછીમાર બન્યો. દેવદત્તા:
નવમી કથા દેવદત્તા નામે સ્ત્રીની છે. તે કથા આ પ્રમાણે છે :
સિંહસેન નામે રાજપુત્ર એક જ દિવસમાં પાંચસો કન્યાઓ સાથે વિવાહ કર્યા. દહેજમાં ખૂબ સંપત્તિ મળી. આ ભાર્યાઓમાંથી શ્યામા નામે સ્ત્રી પર રાજકુમાર વધુ આસક્ત હતો. બાકીની ૪૯૯ સ્ત્રીઓની તે સહેજ પણ પરવા કરતો નહિ. આ જોઈને ઉપેક્ષિત સ્ત્રીઓની માતાઓએ વિચાર્યું કે શસ્ત્રપ્રયોગ, વિષપ્રયોગ અથવા અગ્નિપ્રયોગ દ્વારા શ્યામાને ખતમ કરી નાખવામાં આવે તો આપણી કન્યાઓ સુખી થઈ જાય. આ વાત કોઈક રીતે શ્યામાને જાણવા મળી. તેણે રાજાને કહી દીધી. રાજાએ તે સ્ત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org