________________
અંગઆગમ
(વર્તમાન કોસમ ગામ), રાજાનું નામ શતાનીક, રાણીનું નામ મૃગાવતી, કુમારનું નામ ઉદયન, કુમારવધૂનું નામ પદ્માવતી, પુરોહિતનું નામ સોમદત્ત અને પુરોહિતપુત્રનું નામ બૃહસ્પતિદત્ત છે. બૃહસ્પતિદત્ત પૂર્વજન્મમાં મહેશ્વરદત્ત નામે પુરોહિત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં નિપુણ હતો. પોતાના રાજા જિતશત્રુની શાંતિ માટે તે પ્રતિદિન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના એક એક બાળકને પકડાવીને તેમનાં હૃદયના માંસપિંડ વડે શાંતિયજ્ઞ કરતો હતો. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે બે બે બાળકોને પકડાવીને શાંતિયજ્ઞ કરતો હતો. એ રીતે ચાર મહિનામાં ચાર ચાર બાળકો, છ મહિનામાં આઠ આઠ બાળકો તથા વર્ષમાં સોળ સોળ બાળકોના હૃદયપિંડો દ્વારા શાંતિયજ્ઞ કરતો હતો. જે સમયે રાજા જિતશત્રુ યુદ્ધમાં જતો તે સમયે તેના વિજય માટે બ્રાહ્મણ વગેરે પ્રત્યેકનાં એકસો આઠ બાળકોના હૃદયપિંડો દ્વારા શાંતિયજ્ઞ કરતો હતો. પરિણામે રાજાનો વિજય થતો. મહેશ્વરદત્ત મરીને પુરોહિત સોમદત્તનો બૃહસ્પતિદત્ત નામે પુત્ર થયો. રાજપુત્ર ઉદયને તેને પોતાનો પુરોહિત બનાવ્યો. આ બંનેના પારસ્પરિક સંબંધને કારણે બૃહસ્પતિદત્ત અંતઃપુરમાં આવવા જવા લાગ્યો. એટલે સુધી કે તે ઉદયનની પત્ની પદ્માવતી સાથે કામક્રીડા કરવા લાગ્યો. જ્યારે ઉદયનને આ વાતની ખબર પડી ત્યારે તેણે બૃહસ્પતિદત્તની ખૂબ દુર્દશા કરી અને અંતે
તેને મારી નખાવ્યો.
૨૭૬
આ કથામાં નરમેધ અને શત્રુઘ્ન-યજ્ઞનો નિર્દેશ છે. તે પરથી જણાય છે કે પ્રાચીનકાળમાં નરમેધ યજ્ઞો થતા અને રાજા પોતાની શાંતિ માટે નરહિંસક યજ્ઞો કરાવતા. આનાથી એ પણ જણાય છે કે બ્રાહ્મણો પતિત થઈને કેવાં કુકર્મો કરી શકે છે. નંદિવર્ધન :
છઠ્ઠી કથા નંદિવર્ધનની છે. નગરી મથુરા, રાજા શ્રીદામ, રાણી બંધુશ્રી, કુમાર નંદિવર્ધન, અમાત્ય સુબંધુ અને આલંકારિક (વાળંદ) ચિત્ર છે. કુમા૨ નંદિવર્ધન પૂર્વભવમાં દુર્યોધન નામનો જેલર અથવા ફોજદાર હતો. તે અપરાધીઓને ભયંકર યાતનાઓ આપતો. આ યાતનાઓની તુલના નારકીય યાતનાઓ સાથે કરવામાં આવી છે. પ્રસ્તુત કથામાં આ યાતનાઓનું રોમાંચકારી વર્ણન છે. દુર્યોધન મરીને શ્રીદામનો પુત્ર નંદિવર્ધન બને છે. તેને પોતાના પિતાનું રાજ્ય શીઘ્રાતિશીઘ્ર પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. આ ઇચ્છાની પૂર્તિ માટે તે આલંકારિક ચિત્રને હજામત કરાવતી વખતે અસ્ત્રાથી શ્રીદામનું ગળું કાપી નાખવા માટે કહે છે. ચિત્ર આ વાત શ્રીદામને કહી દે છે. શ્રીદામ નંદિવર્ધનને પકડાવીને દુર્દશાપૂર્વક મારી નખાવે છે. નંદિવર્ધનનો જીવ પણ અંતમાં મહાવિદેહમાં સિદ્ધ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org