________________
૨૭)
અંગઆગમ
વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
અબ્રહ્મચર્યનું વિવેચન કરતાં સર્વ પ્રકારના ભોગપરાયણ લોકો, દેવો, દેવીઓ. ચક્રવર્તીઓ, વાસુદેવો, માંડલિક રાજાઓ અને એ જ જાતના અન્ય વ્યક્તિઓના ભોગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સાથોસાથ શરીરનું સૌંદર્ય, સ્ત્રીના સ્વભાવ તથા વિવિધ પ્રકારના કાયોપચારનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્ત્રીઓ નિમિત્તે થનારાં વિવિધ યુદ્ધોનો પણ ઉલ્લેખ કરાયો છે. વૃત્તિકારે એ વિષયની વ્યાખ્યામાં સીતા, દ્રૌપદી, રુક્મિણી, પદ્માવતી, તારા, રક્તસુભદ્રા, અહલ્યા (અહિત્રિકા), સુવર્ણગુલિકા, રોહિણી, કિન્નરી, સુરૂપા અને વિદ્યુમ્નતિની કથા જૈન પરંપરા અનુસાર ઉદ્ધત કરી છે.
પાંચમા આસ્રવ પરિગ્રહના વિવેચનમાં જગતમાં જેટલા પ્રકારના પરિગ્રહો હોય છે અથવા નજરે પડે છે તેમનું સવિસ્તાર નિરૂપણ કરવામાં આવ્યું છે. પરિગ્રહના નીચે મુજબના પર્યાયો બતાવવામાં આવ્યા છે : સંચય, ઉપચય, નિધાન, પિંડ, મહેચ્છા, ઉપકરણ, સંરક્ષણ, સંસ્તવ, આસક્તિ. આ નામોમાં સમસ્ત પ્રકારના પરિગ્રહોનો સમાવેશ છે. અહિંસાદિ સંવરઃ
પ્રથમ સંવર અહિંસાના પ્રકરણમાં વિવિધ વ્યક્તિઓ દ્વારા આરાધ્ય વિવિધ પ્રકારની અહિંસાનું વિવેચન છે. તેમાં અહિંસાના પોષક વિભિન્ન અનુષ્ઠાનોનું પણ નિરૂપણ છે.
સત્યરૂપ દ્વિતીય સંવરના પ્રકરણમાં વિવિધ પ્રકારના સત્યોનું વર્ણન છે. તેમાં વ્યાકરણસંમત વચનને પણ અમુક અપેક્ષાએ સત્ય કહેવામાં આવેલ છે તથા બોલતી વેળાએ વ્યાકરણના નિયમો તથા ઉચ્ચારણની શુદ્ધતાનું ધ્યાન રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પ્રકરણમાં નિમ્નલિખિત સત્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે : જનપદસત્ય, સંમતસત્ય, સ્થાપના સત્ય, નામસત્ય, રૂપસત્ય, પ્રતીતિસત્ય, વ્યવહારસત્ય, ભાવસત્ય, યોગસત્ય અને ઉપમા સત્ય.
જનપદસત્ય અર્થાત તે તે દેશની ભાષાના શબ્દોમાં રહેલું સત્ય. સંમતસત્ય અર્થાત કવિઓ દ્વારા અભિપ્રેત સત્ય. સ્થાપના સત્ય અર્થાત્ ચિત્રોમાં રહેલું વ્યાવહારિક સત્ય. નામસત્ય અર્થાત્ કુલવર્ધન આદિ વિશેષ નામ. રૂપસત્ય અર્થાત્ વેશ વગેરે દ્વારા ઓળખાણ. પ્રતીતિસત્ય એટલે નાના-મોટાના વ્યવહારસૂચક વચનો. વ્યવહારસત્ય અર્થાત્ લાક્ષણિક ભાષા. ભાવસત્ય એટલે પ્રધાનતાના આધારે વ્યવહાર, જેમ કે અનેક રંગવાળી હોવા છતાં પણ વસ્તુને એક મુખ્ય રંગ દ્વારા ઓળખવી. યોગસત્ય અર્થાત્ સંબંધથી વ્યવહત સત્ય, જેમ કે છત્રધારી વગેરે. ઉપમાસત્ય અર્થાત્ સમાનતાના આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org