________________
પ્રવ્યાકરણ
૨૭૧
નિર્દિષ્ટ સત્ય, જેમ કે સમુદ્ર સમાન તળાવ, ચંદ્ર સમાન મુખ વગેરે.
અચૌર્યસંબંધી પ્રકરણમાં અચૌર્ય સંબંધિત સમસ્ત અનુષ્ઠાનોનું વર્ણન છે. તેમાં અસ્તેયની ધૂળથી માંડી સૂક્ષ્મતમ સુધીની વ્યાખ્યા કરવામાં આવી છે.
બ્રહ્મચર્યસંબંધી પ્રકરણમાં બ્રહ્મચર્યનું નિરૂપણ, તે સંબંધી અનુષ્ઠાનોનું વર્ણન અને તેની સાધના કરનારાઓનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. સાથોસાથ જ અનાચરણની દૃષ્ટિએ બ્રહ્મચર્યવિરોધી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અંતિમ પ્રકરણ અપરિગ્રહ સંબંધી છે. તેમાં અપરિગ્રહવૃત્તિનાં સ્વરૂપ, તદ્વિષયક અનુષ્ઠાનો અને અપરિગ્રહવ્રતધારીઓનાં સ્વરૂપનું નિરૂપણ છે.
આ રીતે પ્રસ્તુત સૂત્રમાં પાંચ આગ્નવો તથા પાંચ સંવરોનું નિરૂપણ છે. આમાં મહાવ્રતોની સમસ્ત ભાવનાઓનું પણ નિરૂપણ છે. ભાષા સમાસયુક્ત છે જેથી તરત સમજમાં આવતી નથી. વૃત્તિકારે પ્રારંભમાં જ લખ્યું છે કે આ ગ્રંથના પ્રાયઃ કૂટ પુસ્તકો (પ્રતિઓ) ઉપલબ્ધ છે, આપણે અજ્ઞાની છીએ અને આ શાસ્ત્ર ગંભીર છે. આથી વિચારપૂર્વક અર્થની યોજના કરવી જોઈએ. સહુના અંતે તેમણે એ પણ લખ્યું છે કે જેમની પાસે પરંપરા નથી તેવા અમારા જેવા લોકો માટે આ શાસ્ત્રનો અર્થ સમજવો મુશ્કેલ છે. આથી અહીં અમે જે અર્થ આપ્યો છે તે જ બરાબર છે એવી વાત નથી. વૃત્તિકારના આ કથનથી જણાઈ આવે છે કે આગમોની આમ્નાય એટલે કે પરંપરાગત વિચારસરણી ખંડિત બની ચૂકી હતી તૂટી ચૂકી હતી. પ્રતિઓ પણ પ્રાયઃ વિશ્વસનીય ન હતી. આથી વિચારકોએ જાણી સમજી શાસ્ત્રોનો અર્થ કરવો જોઈએ. તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૭૩-૭૪)માં કહેવામાં આવ્યું છે કે આક્ષેપવિશેષ દ્વારા હેતુનયાશ્રિત પ્રશ્નોનાં વ્યાકરણનું નામ પ્રશ્નવ્યાકરણ છે. તેમાં લૌકિક તથા વૈદિક અર્થોનો નિર્ણય છે. આ વિષયનિરૂપણમાં હિંસા, અસત્ય વગેરે આગ્નવોનો તથા અહિંસા, સત્ય વગેરે સંવરોનો સમાવેશ હોવાનું સંભાવિત પ્રતીત થાય છે. તાત્પર્ય એ છે કે અંગુષ્ઠપ્રશ્ન, દર્પણપ્રશ્ન વગેરેનો વિચાર પ્રશ્નવ્યાકરણમાં છે એવી વાત રાજવાર્તિકકારે નથી લખી પરંતુ ધવલાટીકામાં નષ્ટપ્રશ્ન, મુષ્ટિપ્રશ્ન ઈત્યાદિનો વિચાર પ્રશ્નવ્યાકરણમાં છે તેવું બતાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org