________________
પ્રશ્નવ્યાકરણ
૨૬૯
૭. જગતને પ્રજાપતિનિમિત માનનારા ૮. જગતને ઇશ્વરકૃત માનનારા ૯. આખા જગતને વિષ્ણમય માનનારા ૧૦. આત્માને એક, અકર્તા, વેદક, નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ, નિર્લિપ્ત માનનારા ૧૧. જગતને યાદચ્છિક માનનારા ૧૨. જગતને સ્વભાવજન્ય માનનારા ૧૩. જગતને દેવકૃત માનનારા
૧૪. નિયતિવાદી–આજીવક હિંસાદિ આગ્નવોઃ
આ ઉપરાંત સંસારમાં જે જે પ્રકારનું અસત્ય વ્યવહારમાં, કુટુંબમાં, સમાજમાં, દેશમાં કે સંપૂર્ણ વિશ્વમાં પ્રચલિત છે તેનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. એ જ રીતે હિંસા, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનાં સ્વરૂપ તથા દૂષણોનું ખૂબ લાંબુ વર્ણન કરવામાં આવ્યું છે. હિંસાનું વર્ણન કરતી વેળાએ વેદિકા, વિહાર, સૂપ, લેણ, ચૈત્ય, દેવકુલ, આયતન વગેરેના નિર્માણમાં થનારી હિંસાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વૃત્તિકારે વિહાર વગેરેનો અર્થ આ પ્રમાણે આપ્યો છે : વિહાર અર્થાત્ બૌદ્ધ વિહાર, લેણ અર્થાતુ પર્વતમાં કોતરીને બનાવવામાં આવેલું ઘર, ચૈત્ય અર્થાતુ પ્રતિમા, દેવકુલ અર્થાત્ શિખરયુક્ત દેવપ્રાસાદ.
જે લોકો ચૈત્ય, મંદિર વગેરે બનાવવામાં થનારી હિંસાને ગણતરીમાં નથી લેતા તેમના માટે આ સૂત્રનો મૂળ પાઠતથા વૃત્તિકારનું વિવેચન એક પડકાર છે. આ પ્રકરણમાં વૈદિક હિંસાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે અને ધર્મના નામે થનારી હિંસાનો ઉલ્લેખ કરવાનું પણ સૂત્રકાર ભૂલ્યા નથી. આ ઉપરાંત જગતમાં ચાલતી સમસ્ત પ્રકારની હિંસાપ્રવૃત્તિનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. હિંસાના સંદર્ભમાં વિવિધ પ્રકારના મકાનોના વિભિન્ન ભાગોના નામોનો, વાહનોના નામોનો, ખેતીના સાધનોના નામોનો તથા એ જ પ્રકારના હિંસાના અનેક નિમિત્તોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ જ પ્રસંગમાં અનાર્ય–પ્લેચ્છ જાતિના નામોની પણ સૂચિ આપવામાં આવી છે.
અસત્યના પ્રકરણમાં હિંસાત્મક અનેક પ્રકારની ભાષા બોલવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
ચૌર્યનું વિવેચન કરતાં સંસારમાં વિભિન્ન પ્રસંગે થનારી વિવિધ ચોરીઓનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org