SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અંગઆગમ વિદ્યમાન પ્રશ્નવ્યાકરણમાં ન તો ઉપર્યુક્ત વિષય છે કે ન ૪૫ અધ્યયનો. તેમાં હિંસાદિ પાંચ આસ્રવો તથા અહિંસાદિ પાંચ સંવરોનું દસ અધ્યયનોમાં નિરૂપણ છે. તાત્પર્ય એ છે કે જે પ્રશ્નવ્યાકરણનો બંને જૈન પરંપરાઓમાં ઉલ્લેખ છે તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. તેનો અર્થ એ થયો કે વિદ્યમાન પ્રશ્નવ્યાકરણ પછીથી થઈ જનાર કોઈ ગીતાર્થ પુરુષની રચના છે. વૃત્તિકાર અભયદેવસૂરિ લખે છે કે આ સમયનો કોઈ અનધિકારી મનુષ્ય ચમત્કારી વિદ્યાઓનો દુરુપયોગ ન કરે એ દૃષ્ટિએ આ પ્રકારની બધી વિદ્યાઓ આ સૂત્રમાંથી કાઢી નાખી અને તેમનાં સ્થાને માત્ર આસ્રવ અને સંવરનો સમાવેશ કરી દેવામાં આવ્યો. અહીં એક વાત વિચારણીય છે કે જિન ભગવાન જ્યોતિષ વગેરે ચમત્કારિક વિદ્યાઓ અને એવા જ પ્રકારની અન્ય આરંભ-સમારંભપૂર્ણ વિદ્યાઓના નિરૂપણને દૂષિત પ્રવૃત્તિ બતાવે છે. આવી સ્થિતિમાં પ્રશ્નવ્યાકરણમાં ચમત્કારિક વિદ્યાઓનું નિરૂપણ જિન પ્રભુએ કેવી રીતે કર્યું હશે ? પ્રશ્નવ્યાકરણનો પ્રારંભ આ ગાથાથી થાય છે : जंबू ! इणमो अहय-संवरविणिच्छयं पवयणस्स । नीसंदं वोच्छामि णिच्छयत्थं सुहासियत्थं महेसीहिं ॥ અર્થાત્ કે જંબૂ ! અહીં મહર્ષિપ્રણીત પ્રવચનસારરૂપ આશ્રવ અને સંવરનું નિરૂપણ કરીશ. ૨૬૮ ગાથામાં જંબૂનું નામ તો છે પરંતુ ‘મહર્ષિઓ દ્વારા સુભાષિત’ શબ્દો વડે એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે આનું નિરૂપણ માત્ર સુધર્મા દ્વારા થયું નથી. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિષયની દૃષ્ટિએ આ સૂત્ર આખું જ નવું બની ગયું છે કે જેના કર્તા કોઈ ગીતાર્થ પુરુષ હોઈ શકે. અસત્યવાદી મત ઃ સૂત્રકારે અસત્યભાષકના રૂપમાં નીચેના મતોના નામો ઉલ્લેખ કર્યો છે ઃ : ૧. નાસ્તિકવાદી અથવા વામલોકવાદી—ચાર્વાક ૨. પંચસ્કન્ધવાદી—બૌદ્ધ ૩. મનોજીવવાદી—મનને જીવ માનનારા ૪. વાયુજીવવાદી—પ્રાણવાયુને જીવ માનનારા ૫. ઇંડામાંથી જગતની ઉત્પત્તિ માનનારા ૬. લોકને સ્વયંભૂકૃત માનનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy