________________
૨૬૬
અંગઆગમ
પણ પોતાની તપ-સાધના દ્વારા પાંચ અનુત્તરવિમાનોમાં ગયા છે. ત્યાંથી શ્રુત થઈ મનુષ્યજન્મ પામી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થશે. ધન્યકુમાર:
તૃતીય વર્ગમાં ધન્યકુમાર, સુનક્ષત્રકુમાર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચન્દ્રિકા, પૃષ્ટિમાતૃક, પેઢાલપુત્ર, પોટ્ટિલ્સ અને વેહલ્લ–આ દસ કુમારોનાં ભોગમય અને તપોમય જીવનનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. આમાંથી ધન્યકુમારનું વર્ણન વિશેષ વિસ્તૃત છે.
ધન્યકુમાર કાકંદી નગરીની ભદ્રા સાર્થવાહીનો પુત્ર હતો. ભદ્રા પાસે અપરિમિત ધન તથા અપરિમિત ભોગવિલાસનાં સાધનો હતા. તેણે પોતાના સુયોગ્ય પુત્રનું લાલન પાલન ઘણાં ઊંચા સ્તરે કર્યું હતું. ધન્યકુમાર ભોગવિલાસની સામગ્રીમાં ડૂબી ચૂક્યો હતો. એક દિવસ ભગવાન મહાવીરની દિવ્ય વાણી સાંભળી તેના મનમાં વૈરાગ્યની ભાવના જાગ્રત થઈ અને તે અનુસાર તે પોતાના વિપુલ વૈભવનો ત્યાગ કરી મુનિ બની ગયો.
મુનિ બન્યા પછી ધન્ય જે તપસ્યા કરી તે અદ્દભુત અને અનુપમ છે. તપોમય જીવનનું આટલું સુંદર સર્વાગીણ વર્ણન શ્રમણ સાહિત્યમાં તો શું, સંપૂર્ણ ભારતીય સાહિત્યમાં અન્યત્ર દૃષ્ટિગોચર થતું નથી. મહાકવિ કાલિદાસે પોતાના ગ્રંથ કુમારસંભવમાં પાર્વતીની તપસ્યાનું જે વર્ણન આપ્યું છે તે મહત્ત્વપૂર્ણ હોવા છતાં પણ ધન્યમુનિની તપસ્યાના વર્ણનની સમકક્ષ નથી તેનાથી અલગ જ પ્રકારનું છે.
ધન્યમુનિ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચુત થઈ મનુષ્યજન્મ પામી તપ-સાધના દ્વારા સિદ્ધ-બુદ્ધ-મુક્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org