________________
અનુત્તરૌપપાતિકદશા
ઉદ્દેશક અર્થાત્ અધ્યયનો છે, દ્વિતીયમાં તેર અને તૃતીયમાં દસ ઉદ્દેશક છે. આ રીતે આ સૂત્રમાં બધાં મળી તેત્રીસ અધ્યયનો થાય છે. સમવાયાંગ સૂત્રમાં આના ત્રણ વર્ગ, દસ અધ્યયનો અને દસ ઉદ્દેશનકાળ બતાવવામાં આવ્યા છે. નંદીસૂત્રમાં ત્રણ વર્ગ અને ત્રણ જ ઉદ્દેશનકાળ નિર્દિષ્ટ છે. આ રીતે આ સૂત્રોના ઉલ્લેખોમાં પરસ્પર ભેદ દેખાય છે. આ ભેદનું કારણ વાચનાભેદ હશે.
-
રાજવાર્તિક વગેરે અચેલક પરંપરાસંમત ગ્રંથોમાં પણ અનુત્તરૌપપાતિકદશાનો પરિચય મળે છે. તેમાં તેના ત્રણ વર્ગોનો કોઈ ઉલ્લેખ નથી. ઋષિદાસ વગેરે સંબંધી દસ અધ્યયનોનો નિર્દેશ છે. સ્થાનાંગમાં દસ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે :ઋષિદાસ, ધન્ય, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશાર્ણભદ્ર અને અતિમુક્તક. સ્થાનાંગ અને રાજવાર્તિકમાં જે નામોનો ઉલ્લેખ છે તેમાંથી કેટલાંક નામો ઉપલબ્ધ અનુત્તરૌપપાતિકમાં મળે છે. જેમ કે વારિષણ (રાજવાર્તિક) નામ પ્રથમ વર્ગમાં છે. એ જ રીતે ધન્ય, સુનક્ષત્ર તથા ઋષિદાસ (સ્થાનાંગ અને રાજવાર્તિક) નામો તૃતીય વર્ગમાં છે. અન્ય નામોની અનુપલબ્ધિનું કારણ વાચનાભેદ હોઈ શકે છે.
૨૬૫
ઉપલબ્ધ અનુત્તરૌપપાતિકદશા ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પ્રથમ વર્ગમાં ૧૦ અધ્યયનો છે, દ્વિતીય વર્ગમાં ૧૩ અધ્યયનો છે અને તૃતીય વર્ગમાં ૧૦ અધ્યયનો છે. આ રીતે ત્રણેય વર્ગોની અધ્યયનસંખ્યા ૩૩ થાય છે. પ્રત્યેક અધ્યયનમાં એક એક મહાપુરુષનું જીવન વર્ણિત છે. જાલિ વગેરે રાજકુમારો ઃ
પ્રથમ વર્ગમાં જાલિ, મયાલિ, ઉપજાલિ, પુરુષસેન, વા૨િષણ, દીર્ઘદંત, લષ્ટદંત, વેહલ્લ, વેહાયસ અને અભયકુમાર—આ દસ રાજકુમારોનું જીવન આપવામાં આવ્યું છે. આર્ય સુધર્માએ પોતાના શિષ્ય જંબૂને ઉક્ત દસ રાજકુમારોનાં જન્મ, નગર, માતાપિતા વગેરેનો વિસ્તૃત પરિચય કરાવીને તેમનાં ત્યાગ અને તપનું સુંદર રીતે વર્ણન કર્યું છે અને બતાવ્યું છે કે આ દસે રાજકુમારો મનુષ્યભવ પૂર્ણ કરીને કયા કયા અનુત્તરવિમાનોમાં ઉત્પન્ન થયા છે તથા દેવયોનિ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યુત થઈને તેઓ ક્યાં જન્મ લેશે અને કેવી રીતે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થશે.
દીર્ઘસેન વગેરે રાજકુમારો ઃ
દ્વિતીય વર્ગમાં દીર્ઘસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, ક્રુમ, દુમસેન, મહાદુમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન અને પુષ્પસેન—આ તેર રાજકુમારોનાં જીવનનું વર્ણન જાલિકુમારનાં જીવનની જ માફક સંક્ષેપમાં ક૨વામાં આવ્યું છે. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org