________________
દશમ પ્રકરણ
અનુત્તરૌપપાતિકદશા
બારમા સ્વર્ગની ઉપર નવ ચૈવેયક વિમાનો છે અને તેમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિ—એ પાંચ અનુત્તર વિમાનો છે. આ વિમાનો બધા વિમાનોમાં શ્રેષ્ઠ છે અર્થાત્ તેમનાથી શ્રેષ્ઠતર બીજા વિમાનો નથી. આથી તેમને અનુત્તરવિમાનો કહે છે. જે વ્યક્તિ પોતાના તપ અને સંયમ દ્વારા આ વિમાનોમાં ઉપપાત એટલે કે જન્મ લે છે તેમને અનુત્તરૌપપાતિક કહે છે. જે સૂત્રમાં આવી જાતના મનુષ્યોની દશા અર્થાત્ અવસ્થાનું વર્ણન છે તેનું નામ અનુત્તરૌપપાતિકદશા છે.
સમવાયાંગમાં બતાવવામાં આવ્યું છે કે અનુત્તરૌપપાતિકદશા નવમુ અંગ છે. આ એક શ્રુતસ્કંધ રૂપ છે. આમાં ત્રણ વર્ગો અને દસ અધ્યયનો છે. નંદીસૂત્રમાં પણ એ પ્રમાણે જ બતાવવામાં આવ્યું છે. એમાં અધ્યયનોની સંખ્યાનો નિર્દેશ નથી. અનુત્તરૌપપાતિકના અંતે લખ્યું છે કે તેનો એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગો છે, ત્રણ ઉદ્દેશનકાળ છે અર્થાત્ ત્રણ દિવસમાં તેનું અધ્યયન પૂર્ણ થાય છે. પ્રથમ વર્ગમાં દસ ૧. (અ) અભયદેવવિહિત વૃત્તિસહિત—આગમોદય સમિતિ, સૂરત, ઈ.સ. ૧૯૨૦; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૫.
(આ) પ્રસ્તાવના વગેરે સાથેપી.એલ.વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૩૨.
(ઇ) અંગ્રેજી અનુવાદ–L. D. Barnett, 1907.
(ઈ) મૂળ—જૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૨૧.
(ઉ) અભયદેવવિહિત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે – જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૦.
(ઊ) હિંદી ટીકા સહિત – મુનિ આત્મારામ, જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહોર, ઈ.સ.૧૯૩૬.
(ઋ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે—મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૫૯,
(એ) હિંદી અનુવાદ સહિત—અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. (ઐ) ગુજરાતી છાયાનુવાદ—ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org