________________
અન્નકૃતદશા
થયું. રાજગૃહની કોઈ પણ વ્યક્તિ, એટલે સુધી કે ત્યાંનો રાજા પણ અર્જુન માળીના ભયથી મહાવીરને વંદન કરવા જઈ ન શક્યો. પણ આ રાજગૃહમાં સુદર્શન નામે એક યુવક રહેતો હતો જે ભગવાન મહાવીરનો પરમ ભક્ત હતો. તે એકલો જ મહાવીરના વંદન માટે તે માર્ગે જવા નીકળ્યો. તેના માતા-પિતાએ તો ઘણી મનાઈ કરી પરંતુ તે માન્યો નહિ. તે મહાવીરનો સાધારણ ભક્ત ન હતો. તેને લાગ્યું કે ભગવાન મારા ગામ નજીક આવે અને હું મૃત્યુના ભયથી તેમને વંદન કરવા ન જાઉં તો મારી ભક્તિ જરૂર લજ્જાશે. આમ વિચારી સુદર્શન રવાના થયો. માર્ગમાં તેને અર્જુનમાળી મળ્યો. તે તેને મારવા માટે આગળ વધ્યો પરંતુ સુદર્શનની શાંત મુદ્રા જોઈ તેનો મિત્ર બની ગયો. ત્યારપછી બંને ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાનનો ઉપદેશ સાંભળી અર્જુનમાળી મુનિ બની ગયો. અંતમાં તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ.
આ કથામાં એક વાત સમજમાં નથી આવતી કે શ્રેણિકની પાસે રાજસત્તા અને સૈનિકબળ હોવા છતાં પણ તે અર્જુન માળીને લોકોને મારવામાંથી કેમ રોકી શક્યો નહિ? શ્રેણિક ભગવાન મહાવીરનો અસાધારણ ભક્ત કહેવાય છે. છતાં પણ તે તેમને વંદન કરવા ન ગયો. આખા નગરમાં ભગવાનનો સાચો ભક્ત એક સુદર્શન જ સાબિત થયો. સંભવ છે કે આ કથાનો ઉદેશ્ય એ જ બતાવવાનો હોય કે સાચી શ્રદ્ધા અને ભક્તિ કેટલી દુર્લભ છે! અન્ય અંતકૃતોઃ
છઠ્ઠા વર્ગના પંદરમા અધ્યયનમાં અતિમુક્ત નામે ભગવાન મહાવીરના એક શિષ્યનું કથાનક છે. આ અધ્યયનમાં ગામના ચોક અથવા ક્રીડાસ્થળ માટે “ઈન્દ્રસ્થાન' શબ્દનો પ્રયોગ થયો છે.
સાતમા વર્ગમાં તેર અધ્યયનો છે. તેમાં અંતકૃત સ્ત્રીઓનું વર્ણન છે.
આઠમા વર્ગમાં દસ અધ્યયનો છે. આ અધ્યયનોમાં શ્રેણિકની કાલી વગેરે દસ ભાર્યાઓનું વર્ણન છે. આ વર્ગમાં પ્રત્યેક અંતકૃત-સાધ્વીના વિશિષ્ટ તપનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. આથી તેમની તપસ્યાની ઉગ્રતાની જાણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org