________________
૨૬૨
અંગઆગમ
લઈ જતો જોયો. આ જોઈ કૃષ્ણના હૃદયમાં દયા આવી. તેમણે પણ ઇંટો ઉઠાવવાનું શરૂ કર્યું. આ જોઈ સાથેના બધા લોકો પણ ઇંટો ઉપાડવા લાગ્યા. જોતજોતાંમાં જ બધી ઇંટો ઘરમાં પહોંચી ગઈ. આનાથી તે વૃદ્ધ મનુષ્યને રાહત મળી. વાસુદેવ કૃષ્ણનો આ વ્યવહાર અતિ સહાનુભૂતિપૂર્ણ મનોવૃત્તિનો નિર્દેશક છે.
ચતુર્થ વર્ગમાં જાતિ વગેરે દસ મુનિઓની કથા છે.
કૃષ્ણનું મૃત્યુ ઃ
પાંચમા વર્ગમાં પદ્માવતી વગેરે દસ અંતકૃત સ્ત્રીઓની કથા છે. તેમાં દ્વારકાના વિનાશની ભવિષ્યવાણી ભગવાન અરિષ્ટનેમિના મુખે થઈ છે. કૃષ્ણના મૃત્યુની ભવિષ્યવાણી પણ અરિષ્ટનેમિ દ્વારા જ કરવામાં આવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે દક્ષિણ સમુદ્ર તરફ પાંડુમથુરા જતાં કોલંબી નામે વનમાં વડના વૃક્ષ નીચે જરાકુમાર દ્વારા છોડવામાં આવેલ બાણ ડાબા પગમાં વાગતાં કૃષ્ણનું મૃત્યુ થશે. આ કથામાં કૃષ્ણે એ પણ ઘોષણા કરી છે કે જે કોઈ દીક્ષા લેશે તેના કુટુંબીઓનું પાલન-પોષણ અને રક્ષણ હું કરીશ.
ચોથા અને પાંચમા વર્ગના અંતકૃતો કૃષ્ણનાં જ કુટુંબીજનો હતા. અર્જુનમાળી અને યુવક સુદર્શન :
છઠ્ઠા વર્ગમાં સોળ અધ્યયનો છે. તેમાં એક મુદ્ગરપાણિ યક્ષનું વિશિષ્ટ અધ્યયન છે. તેનો સાર આ પ્રમાણે છે :
અર્જુન નામે એક માળી હતો. તે મુદ્ગરપાણિ યક્ષનો મોટો ભક્ત હતો. તે હંમેશા તેની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા કરતો. તે પ્રતિમાના હાથમાં લોઢાનો એક મોટો મુદ્ગર હતો. એક વાર ભોગલોલુપ ગુંડાઓની ટોળીએ યક્ષના આ મંદિરમાં અર્જુનને બાંધીને તેની સ્ત્રીની સાથે અનાચારપૂર્ણ વર્તાવ કર્યો. તે સમયે અર્જુનમાળીએ તે યક્ષની બહુ પ્રાર્થના કરી અને પોતાને તથા પોતાની સ્ત્રીને તે ગુંડાઓથી બચાવવાની અત્યંત આગ્રહપૂર્ણ વિનંતી કરી પરંતુ કાષ્ઠપ્રતિમા કંઈ ન કરી શકી. તેથી તેણે માની લીધું કે
આ કોઈ શક્તિશાળી યક્ષ નથી. આ તો માત્ર કાઇ છે. જ્યારે પેલા ગુંડાઓ ચાલ્યા ગયા અને અર્જુનમાળી મુક્ત બન્યો ત્યારે તેણે તે મૂર્તિના હાથમાંથી લોહમુગર લઈ લીધો અને તે માર્ગે પસાર થનારા સાત જણને રોજ મારવા લાગ્યો. આ ઘટના રાજગૃહનગરમાં બની. આ જોઈ ત્યાંના રાજા શ્રેણિકે એવી ઘોષણા કરી કે તે માર્ગે કોઈ વ્યક્તિ ન જાય, જશે અને માર્યો જશે તો તે અવસ્થામાં રાજાની કોઈ જવાબદારી રહેશે નહિ. સંયોગવશાત્ એ જ સમયે ભગવાન મહાવીરનું તે જ વનખંડમાં આગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org