________________
અન્નકૃતદશા
સુલસાના પુત્રો છીએ. મુનિઓની આ વાત સાંભળી દેવકીને કંઈક યાદ આવ્યું. તેને યાદ આવ્યું કે પોલાસપુર નામે ગામમાં અતિમુક્તક નામે કુમા૨શ્રમણે મને કહ્યું હતું કે તું બરાબર એકસરખા આઠ પુત્રોને જન્મ આપીશ. દેવકીએ વિચાર્યું કે તે મુનિનું કથન સાચું ન પડ્યું. તે આ વિષયના સ્પષ્ટીકરણ માટે તીર્થંકર અરિષ્ટનેમિ પાસે પહોંચી. અરિષ્ટનેમિએ બતાવ્યું કે અતિમુક્તકની વાત ખોટી નથી. એમ થયું કે સુલસાને મૃત બાળકો જન્મતાં હતાં. તેણે પુત્ર આપનાર હરિણેગમેસી દેવની આરાધના કરી. એટલે તેણે તારા જન્મેલા પુત્રો ઉપાડીને તેને સોંપી દીધા અને તેના મરેલાં બાળકો તારી પાસે લાવીને મૂકી દીધાં. આ રીતે આ છએ મુનિઓ વાસ્તવમાં તારા જ પુત્રો છે. આ · સાંભળી દેવકીના મનમાં વિચાર આવ્યો કે મેં કોઈ બાળકનું બાળપણ જોયું નથી. આથી હવે જો મારે એક પુત્ર થાય તો તેનું બાળપણ જોઉં. આ વિચારે દેવકી ભારે ચિંતામાં પડી ગઈ. એટલામાં કૃષ્ણ વાસુદેવ દેવકીને પ્રણામ કરવા આવ્યા. દેવકીએ કૃષ્ણને પોતાના મનની વાત બતાવી. કૃષ્ણે દેવકીને સાંત્વના આપતાં કહ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે મારે એક નાનો ભાઈ થાય. ત્યારબાદ કૃષ્ણે પૌષધશાળામાં જઈ ત્રણ ઉપવાસ કરી હરણેગમેસી દેવની આરાધના કરી અને તેની પાસે એક નાના ભાઈની માગણી કરી. દેવે કહ્યું કે તારે નાનો ભાઈ થશે અને તે નાની વયમાં જ દીક્ષિત થઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે. ત્યારબાદ દેવકીને પુત્ર થયો. તેનું જ નામ ગજ અથવા ગજસુકુમાલ છે. ગજનો વિવાહ કરવાના ઉદ્દેશ્યથી કૃષ્ણે ચતુર્વેદજ્ઞ સોમિલ બ્રાહ્મણની સોમા નામક કન્યાને પોતાને ત્યાં લાવી રાખી. એટલામાં ભગવાન અરિષ્ટનેમિ દ્વારકાના સહસ્રાંબવન ઉદ્યાનમાં આવ્યા. તેમનો ઉપદેશ સાંભળીને માતા-પિતાની અનુમતિ મેળવીને ગજે દીક્ષા અંગીકાર કરી. સોમા કુંવારી જ રહી ગઈ. સોમિલે ક્રોધિત બની સ્મશાનમાં ધ્યાન કરતા મુનિ ગજસુકુમાલનાં મસ્તક પર માટી બાંધી ધધકતા અંગારા મૂક્યા. મુનિ શાંતભાવે મૃત્યુ પ્રાપ્ત કરી અંતકૃત બન્યા.
આ કથામાં અનેક વાતો વિચારવાયોગ્ય છે, જેમ કે પુત્ર આપનાર હિરણેગમેસી દેવ, ક્ષાયિક સમ્યક્ત્વધારી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી તેની આરાધના અને તે પણ પૌષધશાળામાં, દેવકીના પુત્રોનું અપહરણ, અતિમુક્તક મુનિની ભવિષ્યવાણી, ભગવાન અરિષ્ટનેમિનું એતદ્વિષયક સ્પષ્ટીકરણ વગેરે.
દયાશીલ કૃષ્ણ :
તૃતીય વર્ગમાં કૃષ્ણ સંબંધી એક વિશિષ્ટ ઘટના આ પ્રમાણે છે :
૨૬૧
એક વાર વાસુદેવ કૃષ્ણ દળકટક સાથે ભગવાન અરિષ્ટનેમિને વંદન કરવા જઈ રહ્યા હતા. માર્ગમાં તેમણે એક વૃદ્ધ મનુષ્યને ઇંટોના ઢગલામાંથી એક એક ઇંટ ઉપાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org