________________
૨૬૦
અંગઆગમ
વર્તમાનકાળે ઉપલબ્ધ અંતકૃતદશામાં ન તો દસ અધ્યયન છે કે ન ઉપર્યુક્ત નામોવાળા અંતકૃતોનું વર્ણન છે. તેમાં નંદીના નિર્દેશ અનુસાર આઠ વર્ગો છે, સમવાયના ઉલ્લેખ અનુસાર સાત વર્ગ નહિ. ઉપલબ્ધ અંતકૃતદશાના પ્રથમ વર્ગમાં નીચેનાં દસ અધ્યયનો છે -
ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, થિમિય, અયલ, કંપિલ, અક્ષોભ, પરોણઈ અને વિષ્ણુ. દ્વારકા વર્ણન:
પ્રથમ વર્ગમાં દ્વારકાનું વર્ણન છે. આ નગરીનું નિર્માણ ધનપતિની યોજના અનુસાર કરવામાં આવ્યું હતું. તે કયા પ્રદેશમાં હતી તેનો સૂત્રમાં કોઈ ઉલ્લેખ નથી. દ્વારકાની ઉત્તર-પૂર્વમાં રૈવતક પર્વત, નંદનવન અને સુરપ્રિય યક્ષાયતન હોવાનો ઉલ્લેખ છે. રાજાનું નામ કૃષ્ણ વાસુદેવ બતાવવામાં આવ્યું છે. કૃષ્ણને અધીન સમુદ્રવિજય વગેરે દસ દશાર્ણ, બલદેવ વગેરે પાંચ મહાવીરો, પ્રદ્યુમ્ન વગેરે સાડાત્રણ કરોડ કુમારો, શાંબ વગેરે સાઠ હજાર દુર્દાન્ત યોદ્ધાઓ, ઉગ્રસેન વગેરે સોળ હજાર રાજાઓ, રુક્મિણી વગેરે સોળ હજાર દેવીઓ-રાણીઓ, અનંગસેના વગેરે હજારો ગણિકાઓ અને અન્ય અનેક લોકો હતા. અહીં દ્વારકામાં રહેનારા અંધકવૃષ્ણિ રાજાનો પણ ઉલ્લેખ આવે છે.
અંધકવૃષ્ણિના ગૌતમ વગેરે દસ પુત્રો સંયમ ગ્રહણ કરીને, તેનું પૂર્ણપણે પાલન કરીને, સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કરીને, અંતકૃત અર્થાત મુક્ત બન્યા હતા. આ દસે મુનિઓ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા.
દ્વિતીય વર્ગમાં આ જ પ્રકારના અન્ય દસ નામો છે. ગજસુકુમાલઃ
તૃતીય વર્ગમાં તેર નામો છે. નગર ભક્િલપુર છે. ગૃહપતિનું નામ નાગ અને તેની પત્નીનું નામ સુલસા છે. આમાં સામાયિક વગેરે ચૌદ પૂર્વોનાં અધ્યયનનો ઉલ્લેખ છે. સિદ્ધિસ્થાન શત્રુંજય જ છે. આ તેર નામોમાં ગજસુકુમાલ મુનિનો પણ સમાવેશ થાય છે. કૃષ્ણના નાના ભાઈ ગજની કથા આ પ્રમાણે છે :
છ મુનિઓ હતા. તે છએ સરખી આકૃતિવાળા, સરખી વયવાળા અને સરખા વર્ણવાળા હતા. તેઓ બે-બેની જોડીમાં દેવકીને ત્યાં ભિક્ષા લેવા ગયા. જ્યારે તેઓ એક વાર, બે વાર અને ત્રણ વાર આવ્યા ત્યારે દેવકીએ વિચાર્યું કે આ મુનિઓ વારંવાર કેમ આવે છે? તેનું સ્પષ્ટીકરણ કરતાં તે મુનિઓએ કહ્યું કે અમે વારંવાર નથી આવતા પરંતુ અમારા બધાની સમાન આકૃતિને કારણે તમને એવું જ લાગે છે. અમે છએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org