SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ પ્રકરણ અન્નકૃતદશા આઠમુ અંગ અંતગડદસા છે. તેનું સંસ્કૃત રૂપ અંતકૃતદશા અથવા અંતકૃદશા છે. અંતકૃત અર્થાત્ સંસારનો અંત કરનાર. જેમણે પોતાના સંસાર અર્થાત્ ભવચક્રજન્મ-મરણનો અંત કર્યો છે એટલે કે જે ફરીથી જન્મ-મરણના ચક્રમાં ફસાવાના નથી તેવા આત્માઓનું વર્ણન અંતકૃતદશામાં મળે છે. તેનો ઉપોદ્દાત પણ વિપાકસૂત્રની જેવો જ છે. દિગંબર પરંપરાના રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં અંતકતોનાં જે નામો મળે છે તે સ્થાનાંગમાં ઉલ્લિખિત નામો સાથે અધિકાંશપણે મળતાં આવે છે. સ્થાનાંગમાં નીચેના દસ નામોનો નિર્દેશ છે : નમી, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કિંકમ, પલ્લતતિય અને ફાલ અંબાપુત્ર. સમવાયાંગમાં અંતકૃતદશાના દસ અધ્યયનો અને સાત વર્ગો કહેવામાં આવ્યા છે. નામોનો ઉલ્લેખ નથી. નંદીસૂત્રમાં આ અંગના દસ અધ્યયનો અને આઠ વર્ગો બતાવવામાં આવ્યા છે. નામોનો ઉલ્લેખ તેમાં પણ નથી. ૧. (અ) અભયદેવવિહિત વૃત્તિસહિત–આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૨૦; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭પ. (આ) પ્રસ્તાવના વગેરે સાથે–પી.એલ.વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૩૨. (ઇ) અંગ્રેજી અનુવાદ-L. D. Barnett, 1907. (ઈ) અભયદેવવિહિત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે – જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૦. સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૫૮. હિંદી અનુવાદ સહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. (8) ગુજરાતી છાયાનુવાદ–ગોપાળદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૪૦. (9) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy