________________
ઉપાસકદશા
૨૫૭
અને પિશાચોની કથાઓ મળે છે. માંસાહારિણી સ્ત્રી તથા નિયતિવાદી શ્રાવક
આ અંગગ્રંથમાં એક શ્રાવકની માંસાહારિણી સ્ત્રીનું વર્ણન છે. આ શ્રાવકને તેર પત્નીઓ હતી. તેરમી માંસાહારિણી પત્ની રેવતીએ પોતાની બારેય શોક્યોની હત્યા કરી નાખી હતી. તે પોતાના પિયરમાંથી ગાયના વાછડાઓનું માંસ મંગાવીને ખાધા કરતી. આ સૂત્રમાં એક કુંભાર શ્રાવકનું પણ વર્ણન છે જે સંખલિપુત્ર ગોશાલકનો અનુયાયી હતો. પછી ભગવાન મહાવીરે તેને યુક્તિપૂર્વક પોતાનો અનુયાયી બનાવી દીધો હતો. આ ગ્રંથમાં કેટલાક હિંસાપ્રધાન ધંધાઓનો શ્રાવકો માટે નિષેધ કરવામાં આવ્યો છે, જેવા કે શસ્ત્રો બનાવવાં, શસ્ત્રો વેચવાં, વિષ વેચવું, વાળનો વ્યાપાર કરવો, ગુલામોનો વ્યાપાર કરવો વગેરે. આ બાબતમાં વિશેષ સમીક્ષા “ભગવાન મહાવીરના દશ ઉપાસકો” નામક પુસ્તકમાં આપેલા ઉપોદ્દાત અને ટિપ્પણોમાં જોઈ શકાય છે. આનંદનું અવધિજ્ઞાન:
શ્રાવકને કેટલી હદ સુધીનું અવધિજ્ઞાન થઈ શકે છે તે વિષયમાં આનંદ અને ગૌતમની વચ્ચે ચર્ચા થાય છે. આનંદ શ્રાવક કહે છે કે મારી વાત બરાબર છે જયારે ગૌતમ ગણધર કહે છે કે તારું કથન મિથ્યા છે. આનંદ ગૌતમની વાત માનવા માટે તૈયાર થતો નથી. ગૌતમ ભગવાન મહાવીર પાસે આવી આનું સ્પષ્ટીકરણ મેળવે છે અને ભગવાન મહાવીરની આજ્ઞાથી આનંદ પાસે જઈને પોતાની ભૂલ સ્વીકારી તેની પાસે ક્ષમાયાચના કરે છે. આનાથી ગૌતમની વિનીતતા અને ઋજુતા તથા આનંદની નિર્ભીકતા અને સત્યતા પ્રગટ થાય છે. ઉપસંહાર:
વિદ્યમાન અંગસૂત્રો અને અન્ય આગમોમાં પ્રધાનપણે શ્રમણ-શ્રમણીઓના આચાર વગેરેનું નિરૂપણ જ જોવા મળે છે. ઉપાસકદશાંગ જ એક એવું સૂત્ર છે જેમાં ગૃહસ્થધર્મ સંબંધી વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આનાથી શ્રાવક અર્થાત્ શ્રમણોપાસકના મૂળ આચાર અને અનુષ્ઠાનની કેટલીક જાણ થઈ શકે છે. શ્રમણશ્રમણીઓના આચાર અનુષ્ઠાનની જ માફક શ્રાવક-શ્રાવિકાના આચાર-અનુષ્ઠાનનું નિરૂપણ પણ અનિવાર્ય છે કેમ કે આ ચારેય સંઘના સમાન સ્તંભો છે. વાસ્તવમાં શ્રમણ-શ્રમણીઓની વિદ્યમાનતાનો આધાર પણ એક દષ્ટિએ શ્રાવક-શ્રાવિકાઓ જ છે. શ્રાવક-સંસ્થાના આધાર વિના શ્રમણ-સંસ્થાનું ટકવું સંભવિત નથી. શ્રાવકધર્મની ભીંત જેટલી વધુ સદાચાર અને ન્યાયનીતિ પર પ્રતિષ્ઠિત થશે, શ્રમણધર્મનો પાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org