________________
રપ૬
અંગઆગમ
આ અંગનો સટિપ્પણ અનુવાદ પ્રકાશિત થયો છે. ટિપ્પણો પ્રસ્તુત લેખક દ્વારા જ લખવામાં આવેલ છે આથી અહીં તે વિષયે વિશેષ વિવેચન અનપેક્ષિત છે. મર્યાદા-નિર્ધારણઃ
પ્રસ્તુત સૂત્રમાં આવતી કથાઓમાં બધા શ્રાવકો પોતાનાં ખાનપાન, ભોગપભોગ તથા વ્યવસાયની મર્યાદા નિર્ધારિત કરે છે. તેમણે ધનની જે મર્યાદા સ્વીકારી છે તે ઘણી મોટી જણાય છે. ખાનપાનની મર્યાદા અનુરૂપ જ સંપત્તિની મર્યાદાઓ હોવી જોઈએ. આ શ્રાવકો વ્યાપાર, કૃષિ, વ્યાજનો ધંધો અને અન્ય પ્રકારના વ્યવસાયો કરતા રહે છે. આવું કરવાથી ધન વધતું જ જવું જોઈએ. આ વધેલા ધનના ઉપયોગના વિષયમાં સૂત્રમાં કોઈ પણ પ્રકારનો વિશેષ ઉલ્લેખ નથી. ઉદાહરણ રૂપે ગાયોની મર્યાદા દસ હજાર અથવા એથી અધિક રાખી છે. હવે આ ગાયોના નવા નવા વાછડા વાછડીઓ થતાં તેમનું શું થશે? નિર્ધારિત સંખ્યામાં વૃદ્ધિ થવાથી વ્રતભંગ થશે કે નહિ? વ્રતભંગની સ્થિતિ પેદા થતાં વધી ગયેલી સંપત્તિનો શું ઉપયોગ થશે?
આનંદ શ્રાવકના કુટુંબમાં તેની પત્ની અને એક પુત્ર હતો. આ રીતે તેઓ ત્રણ માણસો હતા. આનંદની સંપત્તિની જે મર્યાદા રખાઈ તે આ પ્રમાણે છે : હિરણ્યની ચાર કોટિ મુદ્રાઓ નિધાનમાં સુરક્ષિત; ચાર કોટિ વૃદ્ધિ માટે ગિરવી મુકવા માટે; અને ચાર કોટિ વ્યાપાર માટે; દસ-દસ હજાર ગાયોના ચાર વ્રજ; પાંચસો હળ વડે ખેડાય તેટલી જમીન; દેશાંતરગામી પાંચસો શકટ અને તેટલાં જ અનાજ વગેરે લાવવા માટેના; ચાર યાનપાત્ર-નૌકા દેશાંતરગામી અને ચાર જ નૌકા ઘરના ઉપયોગ માટે. તેણે ખાનપાનની જે મર્યાદા રાખી તે સાધારણ છે.
વર્તમાન સમયમાં પણ શ્રાવકો ખાન-પાનના અમુક નિયમો રાખવાની સાથે પોતાની પાસે અત્યધિક પરિગ્રહ અને ધનસંપત્તિ રાખે છે. કેટલાક લોકો પરિગ્રહની મર્યાદા કર્યા પછી ધનની વૃદ્ધિ થતાં તેને પોતાની માલિકીમાં ન રાખતા સ્ત્રી-પુત્રાદિકના નામે ચડાવી દે છે. આ રીતે નાની મોટી ચીજોનો તો ત્યાગ થતો રહે છે પરંતુ મહાદોષમૂલક ધનસંચયનું કામ બંધ થતું નથી. વિનકારી દેવઃ
સૂત્રમાં શ્રાવકોની સાધનામાં વિઘ્ન ઉત્પન્ન કરનારા ભૂત-પિશાચોનું ભયંકર વર્ણન છે. જયારે આ ભૂત-પિશાચો વિપ્ન પેદા કરવા આવે છે ત્યારે માત્ર શ્રાવક જ તેમને જોઈ શકે છે, ઘરના અન્ય લોકો નહિ. એમ કેમ? શું એમ ન કહી શકાય કે આ બધી તે શ્રાવકોની માત્ર મનોવિકૃતિ છે? આ બાબતમાં વિશેષ મનોવૈજ્ઞાનિક અનુસંધાનની આવશ્યકતા છે. વૈદિક તથા બૌદ્ધ પરંપરામાં પણ આ પ્રકારના વિજ્ઞકારી દેવો-દાનવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org