________________
અષ્ટમ પ્રકરણ
ઉપાસકદશા
સાતમા અંગ ઉપાસકદશામાં ભગવાન મહાવીરના દસ ઉપાસકો-શ્રાવકોની કથાઓ છે. “દશા' શબ્દ દસ સંખ્યા અને અવસ્થા બંનેનો સૂચક છે. ઉપાસકદશામાં ઉપાસકોની કથાઓ દસ જ છે આથી દસ સંખ્યાવાચક અર્થ ઉપયુક્ત છે. એ જ રીતે ઉપાસકોની અવસ્થાનું વર્ણન કરવાને કારણે અવસ્થાવાચી અર્થ પણ ઉપયુક્ત જ છે.
આ અંગનો ઉપોદુધાત પણ વિપાકની જેવો જ છે આથી એમ કહી શકાય કે એટલો ઉપોદ્ધાતનો અંશ પછીથી જોડવામાં આવેલ છે.
સ્થાનાંગમાં ઉપાસકદશાંગના દસ અધ્યયનોનાં નામો આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે : આનંદ, કામદેવ, ચૂલણિપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદાલપુર, મહાશતક, નંદિનીપિતા અને સાતિયાપિયા – સાલેયિકાપિતા. દસમું નામ ઉપાસકદશાંગમાં સાલિદીપિયા છે જ્યારે સ્થાનાંગમાં સાલતિયાપિયા અથવા સાલેયિકાપિતા છે. કેટલીક પ્રાચીન હસ્તપ્રતોમાં સંતિયાપિયા, લત્તિયપિયા, લતિણીપિયા, લેતિયાપિયા વગેરે નામો પણ મળે છે. એ જ રીતે નંદિણીપિયાને બદલે લલિતકપિયા તથા સાલેઇણીપિયા નામો પણ આવે છે. આ રીતે આ નામોમાં ખાસ્સી હેરફેર થઈ ગઈ છે. સમવાયાંગમાં અધ્યયનોની જ સંખ્યા આપી છે, નામોની સૂચના નથી. એ જ રીતે નંદીસૂત્રમાં પણ અધ્યયન-સંખ્યાનો જ ઉલ્લેખ છે, નામોનો નહિ. ૧. (અ) અભયદેવકૃત ટીકાસહિત–આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૦;
ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ. ૧૮૭૬. (આ) પ્રસ્તાવના વગેરે સાથે–પી.એલ.વૈદ્ય, પૂના, ઈ.સ. ૧૯૩૦. (ઇ) અંગ્રેજી અનુવાદ વગેરે સાથે-Hoernle, Bibliothera Indica, Calcutta,
1885-1888. (ઈ) ગુજરાતી છાયાનુવાદ–પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૧. (ઉ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬ ૧. અભયદેવકૃત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે–ભગવાનદાસ હર્ષચન્દ્ર,
અમદાવાદ, વિ.સં. ૧૯૯૨. (8) હિંદી અનુવાદ સહિત–અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org