________________
અંગઆગમ
હતી. તેને અસ્નાનના કઠોર નિયમ પ્રત્યે ધૃણા હતી. તે વારંવાર પોતાના હાથપગ વગેરે અંગો ધોયા કરતી તથા પાણી છાંટ્યા વિના ક્યાંય બેસતી સૂતી પણ નહિ. આ સાધ્વી મરીને દ્રૌપદી બની. તેના પૂર્વના કામસંકલ્પને કારણે તેને પાંચ પતિ મળ્યા. આ કથામાં કૃષ્ણના નરસિંહરૂપનો પણ ઉલ્લેખ છે. આનાથી માલૂમ થાય છે કે નરસિંહાવતારની કથા કેટલી લોકવ્યાપક બની ગઈ હતી. આ કથામાં એવો પણ ઉલ્લેખ છે કે કૃષ્ણે નારાજ થઈ પાંડવોને દેશનિકાલ કર્યા હતા. પાંડવોએ નિર્વાસિત અવસ્થામાં પાંડુમથુરા વસાવી કે જે વર્તમાનમાં દક્ષિણમાં મદુરા નામે પ્રસિદ્ધ છે. આ કથામાં શત્રુંજય કથા ઉજ્જૈયત ગિરનાર પર્વતનો પણ ઉલ્લેખ એક સાધારણ પર્વતરૂપે થયેલ છે. શત્રુંજય પર્વત હસ્તકલ્પ નગરની પાસે આવેલ બતાવવામાં આવેલ છે. વર્તમાન ‘હાથપ’ હસ્તકલ્પનું જ પરિવર્તિત રૂપ જણાય છે. શિલાલેખોમાં આને ‘હસ્તવપ્ર’ કહેવામાં આવ્યું છે.
આઇણ—આજઞ—આજન્ય—ઉત્તમ ઘોડો—ની કથા જેમાં આવે છે તે સત્તરમા અધ્યયનમાં મસ્કંડિકા, પુષ્પોત્તર અને પદ્મોત્તર નામની ત્રણ પ્રકારની સાકરની ચર્ચા ક૨વામાં આવી છે તથા તેના પ્રલોભનમાં ફસાનારાઓની કેવી દુર્દશા થાય છે એ જ બતાવવાનો આ કથાનો આશય છે.
૨૫૪
સુંસુમા ઃ
સુંસુમા નામના અઢારમા અધ્યયનમાં અસાધારણ પરિસ્થિતિ ઉપસ્થિત થતાં જેવી રીતે માતાપિતા પોતાના સંતાનના મૃત શરીરનું માંસ ખાઈને જીવનરક્ષા કરી શકે છે એવી જ રીતે ષટ્કાયના રક્ષક અને જીવમાત્રના માતાપિતા જેવા જૈન શ્રમણશ્રમણીઓ અસાધારણ પરિસ્થિતિમાં જ આહારનો ઉપભોગ કરે છે. તેમના માટે આહાર પોતાના સંતાનનાં મૃત શરીરનાં માંસ જેવો છે. તેમણે રસાસ્વાદનની દૃષ્ટિથી નહિ પરંતુ સંયમસાધનરૂપ શરીરની રક્ષા નિમિત્તે જ અસહ્ય ક્ષુધા-વેદના થાય ત્યારે જ આહાર ગ્રહણ ક૨વો જોઈએ, એવો ઉપદેશ છે. બૌદ્ધ ગ્રંથ સંયુત્તનિકાયમાં આ જ પ્રકારની કથા આ જ આશયથી ભગવાન બુદ્ધે કહી છે. વિશુદ્ધિમાર્ગ તથા શિક્ષાસમુચ્ચયમાં પણ આ જ કથા અનુસાર આહારનો ઉદ્દેશ્ય બતાવવામાં આવેલ છે. સ્મૃતિચંદ્રિકામાં પણ બતાવવામાં આવ્યું છે કે મનુસ્મૃતિમાં વર્ણિત ત્યાગીઓ સંબંધી આહાર-વિધાન આ જ પ્રકારનું છે.
આ રીતે પ્રસ્તુત કથાગ્રંથની મુખ્ય તથા અવાંતર કથાઓમાં પણ અનેક ઘટનાઓ, વિવિધ શબ્દો અને વિભિન્ન વર્ણનો વડે પ્રાચીનકાળની અનેક વાતોની જાણ થાય છે. આ કથાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાથી સંસ્કૃતિ અને ઇતિહાસ સંબંધી અનેક તથ્યોનો પત્તો મેળવી શકાય છે.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org