________________
જ્ઞાતાધર્મકથા
ગૌતમ—પોતાની સાથે બળદ રાખનારા ભિક્ષુ.
ગોવ્રતી—રઘુવંશમાં વર્ણિત રાજા દિલીપની માફક ગોવ્રત રાખનાર. ગૃહધર્મી—ગૃહસ્થાશ્રમને જ શ્રેષ્ઠ માનનાર.
ધર્મચિંતક—ધર્મશાસ્ત્રનું અધ્યયન કરનાર.
અવિરુદ્ધ—કોઈના ય પ્રત્યે વિરોધભાવ ન રાખનાર અર્થાત્ વિનયવાદી. વિરુદ્ધ–પરલોકનો વિરોધ કરનાર અથવા બધા મતોનો વિરોધ કરનાર. વૃદ્ધ—વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લેવામાં વિશ્વાસ રાખનાર.
શ્રાવક—ધર્મનું શ્રવણ કરનાર.
રક્તપટ-રક્તવસ્ત્રધારી પરિવ્રાજક.
અહીં જે અર્થ આપવામાં આવ્યા છે તે આ કથાસૂત્રની વૃત્તિ અનુસાર છે. આ વિષયમાં વધુ શોધખોળની જરૂર હોઈ શકે છે.
દયાળુ મુનિઃ
૨૫૩
સોળમા ‘અવરકંકા’ નામે અધ્યયનમાં એક બ્રાહ્મણી દ્વારા જૈન મુનિને કડવી તુંબડીનું શાક આપવાની ઘટના છે. આમાં બ્રાહ્મણ અને શ્રમણનો વિરોધ જ કામ કરે છે. આ ઘટના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આ વિરોધનાં મૂળ કેટલાં ઊંડા છે. મુનિ કીડીઓ પર દયા લાવી તે કડવું શાક જમીન પર ન નાખતાં પોતે જ ખાઈ જાય છે અને પરિણામે મૃત્યુ પામે છે.
આ અધ્યયનમાં વર્ણવેલ પારિષ્ઠાપનિકાસમિતિનું સ્વરૂપ વિશેષ વિચારણીય છે. પાંડવ-પ્રકરણ :
પ્રસ્તુત કથામાં સુકુમાલિકા નામે એક એવી કન્યાની વાત આવે છે કે જેનાં શરીરનો સ્પર્શ સ્વાભાવિકપણે દાહક હતો. તેમાં એક વિવાહ કર્યા પછી જમાઈ જીવતો હોવા છતાં કન્યાના બીજા વિવાહ કરવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. તેમાં દ્રૌપદીના પાંચ પતિ કેવી રીતે થયા તેની વિચિત્ર કથા છે. મહાભારતમાં પણ વ્યાસમુનિ વડે કહેવાયેલી આ પ્રકારની બીજી બે કથાઓનો ઉલ્લેખ છે. અહીં નારદનો પણ ઉલ્લેખ છે. તેમને કલહ-વિશારદ રૂપે ચિત્રિત કરવામાં આવ્યા છે. તેમાં લોકપ્રચલિત કથા કૂપમંડૂકનો પણ દૃષ્ટાંતરૂપે ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંડવો કૃષ્ણના બળની પરીક્ષા કેવી રીતે કરે છે, તેનો એક નમૂનો પ્રસ્તુત ગ્રંથમાં મળે છે. કથાકાર દ્રૌપદીનો પૂર્વભવ બતાવતાં કહે છે કે તે પોતાના પૂર્વજન્મમાં સ્વચ્છંદ જૈન સાધ્વી હતી તથા કામેચ્છા વડે ઘેરાયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org