________________
અંગઆગમ
તથા બીજી જાતના સ્વાસ્થ્યપ્રદ ભોજનનો ઉપયોગ કરી સ્વસ્થ બને છે. સ્વસ્થ થયા પછી તે રસમાં આસક્ત થઈ દારુ વગેરેનો ત્યાગ કરતો નથી. આ જોઈ પંથક નામનો તેનો શિષ્ય વિનયપૂર્વક તેને ફરી માર્ગ પર લાવે છે અને શૈલક મુનિ ફરી સદાચારસંપન્ન તથા તપસ્વી બની જાય છે. જે રીતે પંથકે પોતાના ગુરુને જાગૃત કર્યા તે રીતના વિનયની વર્તમાનકાળે પણ ક્યારેક ક્યારેક જરૂર પડે છે.
૨૫૦
આ અધ્યયનમાં ષષ્ટિતંત્ર, રૈવતક પર્વત વગેરે વિશિષ્ટ શબ્દો આવ્યા છે. શુક પરિવ્રાજક :
આ જ અધ્યયનમાં એક શુક પરિવ્રાજકની કથા આવે છે. તે પોતાના ધર્મને શૌચપ્રધાન માને છે. તે પરિવ્રાજક સૌગંધિકા નગરીનો નિવાસી છે. આ નગરીમાં તેનો મઠ છે. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો જ્ઞાતા છે, ષષ્ટિતંત્રમાં કુશળ છે, સાંખ્યમતમાં નિપુણ છે, પાંચ યમ અને પાંચ નિયમયુક્ત દસ પ્રકારના શૌચમૂલક ધર્મનું નિરૂપણ કરનાર છે, દાનધર્મ, શૌચધર્મ અને તીર્થાભિષેક સમજાવનાર છે, ધાતુરક્ત વસ્ત્ર પહેરે છે. તેનાં ઉપકરણો આવાં છે : ત્રિદંડ, કુંડિકા, છત્ર, કોટિકા, કમંડળ, રુદ્રાક્ષમાળા, મૃત્તિકાભાજન, ત્રિકાદિકા, અંકુશ, પવિત્રક–તાંબાની વીંટી, કેસરી–પ્રમાર્જન માટે વસનો ટૂકડો. તે સાંખ્યના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. સુદર્શન નામે કોઈ ગૃહસ્થ તેનો અનુયાયી હતો જે જૈન તીર્થંકરના પરિચયમાં આવી જૈન બની ગયો હતો. તેને ફરી પોતાના મતમાં લાવવા માટે શુક તેની પાસે જાય છે. વૃત્તિકારે આ શુકને વ્યાસનો પુત્ર કહ્યો છે.
શુક કહે છે કે શૌચ બે પ્રકારનો છે ઃ દ્રવ્યશૌચ અને ભાવશૌચ. પાણી અને માટીથી થના૨ શૌચ દ્રવ્યશૌચ છે તથા દર્ભ અને મંત્ર દ્વારા થનાર શૌચ ભાવશૌચ છે. જે અપવિત્ર હોય છે તે શુદ્ધ માટી અને જળથી પવિત્ર બની જાય છે. જીવ જલાભિષેક કરવાથી સ્વર્ગમાં જાય છે. આ રીતે પ્રસ્તુત કથામાં વૈદિક કર્મકાંડનો સહેજ પરિચય મળે છે.
જ્યારે શુકને જાણવા મળ્યું કે સુદર્શન કોઈ અન્યમતનો અનુયાયી થઈ ગયો છે ત્યારે તેણે સુદર્શનને પૂછ્યું કે આપણે તારા ધર્માચાર્ય પાસે જઈએ અને તેને કેટલાક પ્રશ્નો પૂછીએ. જો તે તેના બરાબર જવાબ આપશે તો હું તેનો શિષ્ય થઈ જઈશ. સુદર્શનના ધર્માચાર્યે શુક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા. શુક પોતાની શરત અનુસાર જૈનાચાર્યનો શિષ્ય બની ગયો. તેણે પોતાના પહેલાંના ઉપકરણોનો ત્યાગ કરી ચોટી ખેંચી કાઢી. તે પુંડરીક પર્વત પર જઈ અનશન કરી સિદ્ધ થયો. મૂલસૂત્રમાં પુંડરીક પર્વતની વિશિષ્ટ સ્થિતિ વિશે કોઈ ઉલ્લેખ નથી. વૃત્તિકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org