________________
જ્ઞાતાધર્મકથા
પ્રથમ અધ્યાય ‘ઉક્ખિત્તણાય'માં અનેક વિશિષ્ટ શબ્દો આવ્યા છે–રાજગૃહ, જવણિયા (યવનિકા—પડદો), અઢારસ સેણીપસેણીઓ, યાગ, ગણનાયક, બોંતેર કળા, અઢારસ વિહિપ્પગારદેસીભાસા, ઉગ્ર, ભોગ, રાજન્ય, મલ્લકી, લેચ્છકી— લિચ્છવી, કુત્તિયાવણ, વિપુલપર્વત ઇત્યાદિ. આ શબ્દો પરથી તત્કાલીન સામાજિક પરિસ્થિતિઓની જાણ થાય છે.
કારાગાર :
પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનમાં કારાગારનું વિસ્તૃત વર્ણન છે. તેમાં કારાગારની ભયંકર યાતનાઓનું પણ વર્ણન કરાયું છે. આ કથામાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આજની જેમ તે સમયના મા-બાપો પણ બાળકોને ઘરેણાં પહેરાવી બહાર મોકલતાં જેથી તેમની હત્યા સુદ્ધાં થઈ જતી. રાજ્યના નાનકડા ગુનામાં ફસાતાં શેઠને પણ જેલવાસ ભોગવવો પડતો હતો, એ વાત આ કથામાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. આમાં એ પણ બતાવાયું છે કે પુત્રપ્રાપ્તિ માટે માતાઓ કેવી રીતે વિવિધ દેવોની માનતાઓ રાખતી. આ કથાથી એ જાણવા મળે છે કે જેલમાં ભોજન ઘરેથી લઈ જવા દેવામાં આવતું હતું. ભોજન ભરી જવાના સાધનનું નામ ભોજનપિટક છે. વૃત્તિકારના કથન અનુસાર તે વાંસનું બનેલું હોય છે. આ ભોજનપિટકને મહોર—છાપ મારીને અને નિશાની કરીને જેલમાં મોકલવામાં આવતું. ભોજનપિટક સાથે પાણીનો ઘડો પણ મોકલવામાં આવતો. જેલમાંથી છૂટ્યા પછી શેઠ આલંકારિક સભામાં જઈ હજામત કરાવી સજ્જ થાય છે. એમ લાગે છે કે તે સમયે જેલમાં હજામત કરાવવાની સગવડ નહિ હોય. હજામની દુકાન માટે પ્રસ્તુત કથામાં ‘આલંકારિક સભા’ શબ્દનો પ્રયોગ થયો છે. આ કથા રૂપક અથવા દૃષ્ટાંતરૂપે છે. આમાં શેઠને તેના પુત્રના મારનાર ચોરની સાથે બાંધવામાં આવે છે. શેઠ આત્મારૂપ છે અને ચોર દેહરૂપ છે. શત્રુરૂપ ચોરની સહાયતા મેળવવા માટે શેઠ તેને ખાવા-પીવાનું આપે છે. આ રીતે શરીરને સહાયક સમજી તેનું પોષણ કરવું તે પ્રસ્તુત કથાનકનો સાર છે. આ વિષયની વધુ સમીક્ષા મેં મારા પુસ્તક ‘ભગવાન મહાવીરની ધર્મકથાઓ'મા કરી છે.
તૃતીય અંડ—ઈંડું નામે તથા ચતુર્થ કૂર્મ નામે અધ્યયનમાં આવતા વિશેષ શબ્દો છે–મયૂરપોષક, મયંગતીર–મૃતગંગા વગેરે. આ બંને અધ્યયનો મુમુક્ષુઓ માટે
બોધદાયક છે.
૨૪૯
શૈલક મુનિ ઃ
પાંચમા અધ્યયનમાં શૈલક નામના એક મુનિની કથા આવે છે. શૈલક બીમાર પડે છે. તેને સ્વસ્થ કરવા માટે વૈદ્ય ઔષધીરૂપે દારુ પીવાની ભલામણ કરે છે. તે મુનિ દારુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org