________________
સપ્તમ પ્રકરણ
જ્ઞાતાધર્મકથા
જ્ઞાતાધર્મકથા નો ઉપોદઘાત વિપાકસૂત્રના ઉપોદ્રઘાત જેવો જ છે. તેમાં સુધર્માસ્વામીના “શોર્યાસી તેયંતી વરVIળવતે વોલપુત્રી વગેરે અનેક વિશેષણો મળે છે. અહીં વિદફ્તી’ ક્રિયાપદનો તૃતીય પુરુષમાં પ્રયોગ થયો છે. સુધર્માસ્વામીના વર્ણન પછી જંબૂસ્વામીનું વર્ણન આવે છે તેમાં પણ “ઘોરતવસ્સી' વગેરે અનેક વિશેષણોનો ઉપયોગ થયો છે. અહીં પણ ક્રિયાપદનો પ્રયોગ ત્રીજા પુરુષમાં જ થયો છે. આથી પ્રતીત થાય છે કે આ ઉપોદઘાત પણ સુધર્મા અને જંબૂસિવાયના કોઈ બીજા ગીતાર્થ મહાનુભાવે લખ્યો છે.
પ્રસ્તુત અંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં જ્ઞાતરૂપ—ઉદાહરણરૂપ ૧૯ અધ્યયનો છે અને દ્વિતીય શ્રુતસ્કંધમાં ધર્મકથાઓના દસ વર્ગો છે. આ વર્ગોમાં ચમર, બલિ, ચંદ્ર, સૂર્ય, શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર વગેરેની પટરાણીઓના પૂર્વભવની કથાઓ છે. આ પટરાણીઓ પોતાના પૂર્વભવમાં પણ સ્ત્રીઓ હતી. તેમનાં જે નામો અહીં આપવામાં આવ્યા છે તે બધા પૂર્વભવનાં જ નામો છે. આ રીતે તેમના મનુષ્યભવનાં જ નામો દેવલોકમાં ચાલે છે.
૧. (અ) અભયદેવકૃતવૃત્તિ સહિત–આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૧૬;
આગમ-સંગ્રહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૬; સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ,
મુંબઈ, ઈ. સ.૧૯૫૧-૫૨. (આ) ગુજરાતી છાયાનુવાદ–પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા, અમદાવાદ, ઈ. સ.૧૯૩૧. (ઇ) હિંદી અનુવાદ-મુનિ પ્યારચંદ, જૈનોદય પુસ્તક પ્રકાશન સમિતિ, રતલામ,
વિ.સં. ૧૯૯૫. (ઈ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ,
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૩. () હિંદી અનુવાદસહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વિ.સં.૨૪૪૬. () ગુજરાતી અનુવાદ સહિત (અધ્યયન ૧-૮)–જેઠાલાલ, જૈન ધર્મ પ્રસારક સભા,
ભાવનગર, વિ.સં. ૧૯૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org