________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
૨૪૭
આ જ રીતે સાડત્રીસમા, આડત્રીસમા, ઓગણચાલીસમા અને ચાલીસમા શતકમાં ક્રમશઃ ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વિશે ચર્ચા છે.
એકતાલીસમા શતકમાં યુગ્મની અપેક્ષાએ જીવોની વિવિધ પ્રવૃત્તિઓ વિષયમાં ચર્ચા કરવામાં આવી છે. આ શતકમાં ૧૯૬ ઉદ્દેશકો છે. આનું નામ રાશિયુગ્મ શતક છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું છેલ્લું શતક છે.
ઉપસંહાર :
આ અંગમાં કેટલીક વાતો વારંવાર આવે છે. તેનું કારણ સ્થાનભેદ, પ્રશ્નકર્તાભેદ તથા કાર્યભેદ છે. કેટલીક વાતો એવી પણ છે કે જે સમજમાં જ આવતી નથી. તે વિષયમાં વૃત્તિકારે પણ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું નથી. આ અંગ પર ચૂર્ણિ, અવસૂરિકા તથા લઘુટીકા પણ મળે છે. ચૂર્ણિ તથા અવસૂરિકા અપ્રકાશિત છે.
ગ્રંથના અંતમાં એક ગાથા દ્વારા ગુણવિશાલ સંઘનું સ્મરણ કરવામાં આવ્યું છે તથા શ્રુતદેવતાની સ્તુતિ કરવામાં આવી છે. તે પછી સૂત્રના અધ્યયનના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી સમયનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અંતમાં ગૌતમ વગેરે ગણધરોને નમસ્કાર ક૨વામાં આવ્યા છે. વૃત્તિકા૨ના કથન અનુસાર આનો સંબંધ પ્રતિલિપિકાર સાથે છે. છેલ્લે છેલ્લે શાંતિકર શ્રુતદેવતાનું સ્મરણ કરવામાં આવ્યું છે. સાથે જ કુંભધર, બ્રહ્મશાંતિયક્ષ, વૈરોટ્યા વિદ્યાદેવી તથા અંતહુંડી નામક દેવીને યાદ કરવામાં આવેલ છે. પ્રતિલિપિકારે નિર્વિઘ્ન માટે આ બધાની પ્રાર્થના કરી છે. આમાંથી અંતહુંડી નામ વિષયમાં કંઈ જાણ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org