________________
૨૪૬
અંગઆગમ
હોય છે. નિગ્રંથ તથા સ્નાતક કલ્પાતીત હોય છે. આ ઉદ્દેશ્યમાં દસ પ્રકારની સામાચારી તથા દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોનાં નામો ગણાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત જૈન પરિભાષામાં પ્રચલિત અન્ય અનેક તથ્યોનું આમાં નિરૂપણ થયું છે.
છવ્વીસમા શતકમાં પણ આ જ પ્રકારનાં કેટલાંક પદો દ્વારા જીવોનાં બદ્ધત્વ વિષયમાં ચર્ચા કરવામાં આવી છે. આ શતકનું નામ બંધશતક છે.
સત્યાવીસમા શતકમાં પાપકર્મ વિશે ચર્ચા છે. આ શતકનું નામ કરિંતુ શતક છે. આમાં અગિયાર ઉદેશકો છે.
અઠ્યાવીસમા શતકમાં કર્મોપાર્જન વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે. આ શતકનું નામ કર્મસમર્જન છે.
ઓગણત્રીસમા શતકમાં કર્મયોગના પ્રારંભ અને અંતનો વિચાર છે. આ શતકનું નામ કર્મપ્રસ્થાપન છે.
ત્રીસમા શતકમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદીની અપેક્ષાએ સઘળા જીવોનો વિચાર કરવામાં આવ્યો છે. જે જીવો શુક્લલેશ્યાવાળા હોય છે તે ચાર પ્રકારના છે. લેશ્યારહિત જીવ માત્ર ક્રિયાવાદી છે. કૃષ્ણલેશ્યાવાળા જીવો ક્રિયાવાદી સિવાય ત્રણ પ્રકારના છે. નારકી ચારેય પ્રકારના છે. પૃથ્વીકાયિકો માત્ર
ક્રિયાવાદી અને અજ્ઞાનવાદી છે. આ રીતે બધા એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં સમજવું જોઈએ. મનુષ્ય અને દેવો ચાર પ્રકારના છે. એ ચારેય વાદી ભવસિદ્ધિક છે અથવા અભવસિદ્ધિક તેની પણ ચર્ચા કરવામાં આવી છે. આ શતકમાં અગિયાર ઉદ્દેશકો છે. આનું નામ સમવસરણ શતક છે.
એકત્રીસમા શતકમાં વળી યુગ્મની ચર્ચા છે, તે જુદી રીતે છે. આ શતકનું નામ ઉપપાતશતક છે. તેમાં ૨૮ ઉદ્દેશકો છે.
બત્રીસમા શતકમાં પણ આ જ પ્રકારની ચર્ચા છે. આ ચર્ચા ઉદ્વર્તના સંબંધી છે. એટલા માટે આ શતકનું નામ ઉદ્વર્તના શતક છે. આમાં પણ ૨૮ ઉદ્દેશકો છે.
તેત્રીસમા શતકમાં એકેન્દ્રિય જીવો વિષયે વિવિધ પ્રકારની ચર્ચા છે. આ શતકમાં ઉદ્દેશકો નથી પરંતુ બીજા બાર શતકો (ઉપશતકો) છે. આ આ શતકની વિશેષતા છે.
ચોત્રીસમા શતકમાં પણ આ જ પ્રકારની ચર્ચા અને અવાંતરશતકો છે.
પાંત્રીસમા શતકમાં કૃતયુગ્મ વગેરેની વિભિન્ન ભંગપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા એકેન્દ્રિય જીવો સંબંધે છે. છત્રીસમા શતકમાં આ જ પ્રકારની ચર્ચા દ્રીન્દ્રિય જીવો સંબંધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org