________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
૨૪૩ મદ્રુક શ્રમણોપાસકઃ
સાતમા ઉદેશકમાં બતાવવામાં આવ્યું છે કે રાજગૃહનગરના ગુણશિલક ચૈત્યની આજુબાજુ કાલોદાયી, શૈલોદાયી વગેરે અન્યતીર્થિકો રહેતા હતાં. તેઓએ મદ્રુક નામે શ્રમણોપાસકને પોતાના ધર્માચાર્ય ભગવાન મહાવીરને વંદન કરવા જતો જોયો અને તેને રસ્તામાં રોકી પૂછયું કે તારા ધર્માચાર્ય ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ પાંચ અસ્તિકાયોની પ્રરૂપણા કરે છે, તે કેવી રીતે? જવાબમાં મદ્દકે કહ્યું કે જે વસ્તુ કાર્ય કરતી હોય તેને કાર્ય દ્વારા જાણી શકાય છે તથા જે વસ્તુ તેવી ન હોય તેને આપણે જાણી શકતા નથી. આ રીતે ધર્માસ્તિકાય વગેરે પાંચ અસ્તિકાયોને હું જાણતો નથી આથી જોઈ શકતો નથી. આ સાંભળી તે અન્યતીર્થિકોએ કહ્યું કે અરે મક્ક ! તું કેવો શ્રમણોપાસક છે કે આ પાંચ અસ્તિકાયોને પણ જાણતો નથી? મદ્રુકે તેમને સમજાવ્યું કે જેવી રીતે વાયુના સ્પર્શનો અનુભવ કરવા છતાં પણ આપણે તેના રૂપને જોઈ નથી શકતા, સુગંધ અથવા દુર્ગધને સૂંઘતા હોવા છતાં તેના પરમાણુઓને જોઈ નથી શકતા, અરણિના લાકડામાં છૂપાયેલા અગ્નિને જાણતા હોવા છતાં આંખોથી જોઈ નથી શકતા, સમુદ્રની પેલે પાર રહેલા અનેક પદાર્થોને જોવામાં સમર્થ નથી થતા તે જ રીતે છદ્મસ્થ મનુષ્ય પંચાસ્તિકાયને જોઈ શકતો નથી. એનો અર્થ એવો કદાપિ ન થઈ શકે કે તેમનું અસ્તિત્વ જ નથી. આ સાંભળી કાલોદાયી વગેરે ચૂપ થઈ ગયા. ભગવાન મહાવીરે શ્રમણો સમક્ષ મદ્રુક શ્રમણોપાસકના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી. પુગલ-જ્ઞાન:
આઠમા ઉદેશકમાં એમ બતાવવામાં આવ્યું છે કે સાવધાનીપૂર્વક ચાલતા ભાવિતાત્મા અનગારના પગ નીચે ચગદાઈને મરઘીનું બચ્ચું, બતકનું બચ્ચું અથવા કીડી કે નાનું જીવડું મરી જાય તો તેને ઇર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા નહિ. આ ઉદ્દેશકમાં એ વિષયની પણ ચર્ચા છે કે છદ્મસ્થ પરમાણુ-પુગલને જાણે અને જુએ છે અથવા નહિ? તેના ઉત્તરમાં ભગવાને બતાવ્યું છે કે કોઈ છદ્મસ્થ પરમાણુપુદ્ગલને જાણે છે પરંતુ જોતો નથી, કોઈ જાણતો પણ નથી અને જોતો પણ નથી. આ રીતે દ્વિપ્રાદેશિક સ્કંધથી માંડી અસંખેય પ્રાદેશિક સ્કંધ સુધી સમજવું જોઈએ. અનંત પ્રાદેશિક સ્કંધને કોઈ જાણે છે પરંતુ જોતો નથી, કોઈ જાણતો નથી પરંતુ જુએ છે તથા કોઈ જાણતો પણ નથી અને જોતો પણ નથી. આ જાતની ચર્ચા અવધિજ્ઞાની તથા કેવલી વિશે પણ કરવામાં આવી છે. અહીં જાણવા અને જોવાનો શો અર્થ છે, તે ૧. કષાયજન્ય પ્રવૃત્તિ વડે સાંપરાયિક કર્મનો બંધ થાય છે જેનાથી ભવભ્રમણ કરવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org