________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
શ્રમણ ભગવાન મહાવીરે છદ્મસ્થ અવસ્થામાં એક રાત્રિના અંતિમ પ્રહરમાં ૧૦ મહાસ્વપ્રો જોયાં હતાં. પ્રસ્તુત ઉદ્દેશકમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે સ્ત્રી અથવા પુરુષ અમુક સ્વપ્ર જુએ તો તેને અમુક ફળ મળે છે. આ ચર્ચા પરથી એ જણાઈ આવે છે કે જૈન અંગશાસ્ત્રોમાં સ્વપ્રવિદ્યાને પણ ખાસ્સું સ્થાન મળ્યું છે.
કોણિકનો મુખ્ય હાથી
સત્તરમા શતકના પ્રથમ ઉદ્દેશકની શરૂઆતમાં રાજા કોણિકના મુખ્ય હાથી વિષયમાં ચર્ચા છે. આ ચર્ચામાં મૂળ પ્રશ્ન એવો છે કે આ હાથી પૂર્વભવમાં ક્યાં હતો અને મરીને ક્યાં જશે ? જવાબમાં કહેવામાં આવ્યું છે કે આ હાથી પૂર્વભવમાં અસુરદેવ હતો અને મરીને નરકમાં જશે અને ત્યાંથી મહાવિદેહ વર્ષમાં જઈને નિર્વાણ પ્રાપ્ત કરશે. રાજા કોણિકનો મુખ્ય હાથી કેટલો ભાગ્યશાળી કે તેની ચર્ચા ભગવાન મહાવીરના મુખે થઈ છે. ત્યારબાદ આ જ પ્રકારના બીજા હાથી ભૂતાનંદની ચર્ચા છે. ત્યારબાદ તાડના વૃક્ષ પર ચડી તેને હલાવનાર અને ફળો નીચે પાડનારને કેટલી ક્રિયાઓ લાગે તેની ચર્ચા છે. ત્યારબાદ પણ સામાન્ય વૃક્ષ સંબંધી આ જ પ્રકારની ચર્ચા છે. ત્યારબાદ ઇન્દ્રિય, યોગ, શરીર વગેરે વિષયોની ચર્ચા છે.
કંપઃ
૨૪૧
ત્રીજા ઉદ્દેશકમાં શૈલેશી અર્થાત્ શિલેશ—મેરુ સમાન અકંપ સ્થિતિ પ્રાપ્ત કરનાર અનગાર કેવો હોય છે તેની ચર્ચા છે. આ પ્રસંગે કંપનાં પાંચ પ્રકારો બતાવવામાં આવ્યાં છે : દ્રવ્યકંપ, ક્ષેત્રકંપ, કાલકંપ, ભાવકંપ અને ભયકંપ. તે પછી ‘ચલના’ની ચર્ચા છે. અંતમાં એમ બતાવવામાં આવ્યું છે કે સંવેગ, નિર્વેદ, શુશ્રુષા, આલોચના, અપ્રતિબદ્ધતા, કષાયપ્રત્યાખ્યાન વગેરે નિર્વાણફળ ઉત્પન્ન કરે છે.
નરકસ્થ અને સ્વર્ગસ્થ પૃથ્વીકાયિક આદિ જીવો ઃ
છઠ્ઠા ઉદ્દેશકમાં નરકસ્થ, પૃથ્વીકાયિક જીવોની સૌધર્મ વગેરે દેવલોકમાં ઉત્પત્તિ થવાના વિષયમાં ચર્ચા છે. સાતમામાં સ્વર્ગસ્થ પૃથ્વીકાયિક જીવોની નરકમાં ઉત્પત્તિ થવાના વિષયમાં વિચારણા છે. આઠમા અને નવમામાં એ જ પ્રકારની ચર્ચા અપ્સાયિક જીવો વિષયે છે. આનાથી જણાય છે કે સ્વર્ગ અને નરકમાં પણ પાણી હોય છે.
પ્રથમતા-અપ્રથમતા ઃ
અઢારમા શતકમાં નીચે લખેલા દસ ઉદ્દેશકો છે ઃ ૧. પ્રથમ, ૨. વિશાખ, ૩. માકંદી, ૪. પ્રાણાતિપાત, ૫. અસુર, ૬. ફણિત, ૭. કેવલી, ૮. અનગાર, ૯. ભવદ્રવ્ય, ૧૦. સોમિલ. પ્રથમ ઉદ્દેશકમાં જીવના જીવત્વની પ્રથમતા-અપ્રથમતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org