________________
૨૪૦
અંગઆગમ
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ દેવોઃ
પાંચમા ઉદ્દેશકમાં ઉલ્લયતીર નામે નગરના એક જંબૂ નામે ચૈત્યમાં ભગવાન મહાવીરના આગમનનો ઉલ્લેખ છે. આ પ્રકરણમાં ભગવાને શક્રેન્દ્રના પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે મહાદ્ધિસંપન્ન યાવતું મહાસુખસંપન્ન દેવ પણ બાહ્ય પગલો ગ્રહણ કર્યા વિના આવવું-જવું, બોલવું, આંખ ખોલવી, આંખ બંધ કરવી, અંગોનો સંકોચ કરવો અને ફેલાવવાં તથા વિષયભોગ કરવો વગેરેમાં સમર્થ થતો નથી. બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને જ તે આ બધાં કાર્યો કરી શકે છે. ત્યારબાદ મહાશુક્રકલ્પ નામક સ્વર્ગમાં રહેનારા બે દેવોના વિવાદનું વર્ણન છે: એક દેવ સમ્યગ્દષ્ટિ છે અને બીજો મિથ્યાષ્ટિ. આ વિવાદમાં સમ્યગ્દષ્ટિ અર્થાત જૈન દેવે મિથ્યાષ્ટિ અર્થાત્ અજૈન દેવને પરાજિત કર્યો. વિવાદનો વિષય પુગલ-પરિણામ હોવાનું કહેવામાં આવેલ છે. આથી જણાઈ આવે છે કે સ્વર્ગવાસી દેવો પણ પુદ્ગલ-પરિણામ વગેરેની ચર્ચા કરે છે. સમ્યગ્દષ્ટિ દેવનું નામ ગંગદત્ત બતાવવામાં આવ્યું છે. તે તેના પૂર્વજન્મનું નામ છે. દેવ થયા પછી પણ પૂર્વજન્મનું જ નામ ચાલે છે એવી જૈન પરંપરાની માન્યતા છે. પ્રસ્તુત પ્રકરણમાં ગંગદત્ત દેવનો પૂર્વજન્મ માનતાં કહેવામાં આવ્યું છે કે તે હસ્તિનાપુરનિવાસી એક ગૃહસ્થ હતો અને તીર્થંકર મુનિસુવ્રત પાસે દીક્ષિત થયો હતો. સ્વપ્રઃ
છઠ્ઠા ઉદ્દેશકમાં સ્વમસંબંધી ચર્ચા છે. ભગવાન કહે છે કે એક સ્વપ્ર યથાર્થ હોય છે અર્થાત જેવું સ્વપ્ર જોયું હોય તેવું જ ફળ મળે છે. બીજું સ્વપ્ર અતિ વિસ્તારયુક્ત હોય છે તે યથાર્થ હોય પણ અને નહિ પણ. ત્રીજુંચિંતાસ્વપ્ર હોય છે અર્થાત જાગૃત અવસ્થાની ચિતા સ્વમરૂપે પ્રગટ થાય છે. ચોથું વિપરીત સ્વપ્ર હોય છે અર્થાત્ જેવું સ્વપ્ર જોયું હોય તેનાથી વિપરીત ફળ મળે છે. પાંચમું અવ્યક્ત સ્વપ્ર હોય છે અર્થાત્ સ્વપ્રદર્શનમાં અસ્પષ્ટતા હોય છે. આગળ જતાં બતાવવામાં આવ્યું છે કે બરાબર સૂતેલો માણસ કે જાગતો માણસ સ્વપ્ર જોઈ શકતો નથી, પરંતુ કંઈક અંશે સૂતેલો અને કંઈક અંશે જાગતો માણસ જ સ્વપ્ર જોઈ શકે છે. સંવૃત, અસંવૃત અને સંવૃતાસંવૃત એ ત્રણે જીવો વપ્ર જુએ છે. તેમાંથી સંવૃતનું સ્વપ્ર યથાર્થ જ હોય છે. અસંવૃત કે સંવૃતાસંવૃતનું સ્વમ યથાર્થ પણ હોઈ શકે છે અને અયથાર્થ પણ. સાધારણ સ્વપ્રો ૪૨ પ્રકારનાં છે અને મહાસ્વપ્રો ૩૦ પ્રકારનાં છે. એ રીતે બધાં મળી ૭૨ પ્રકારનાં સ્વપ્રો હોય છે.
જ્યારે તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતા ૧૪ મહાસ્વપ્રો જોઈને જાગે છે. એ જ રીતે ચક્રવર્તીની માતાના વિષયમાં પણ સમજવું જોઈએ. વાસુદેવની માતા ૭, બળદેવની માતા ૪ અને માંડલિક રાજાની માતા ૧ સ્વપ્ર જોઈને લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org