________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
૨૩૭
દેવભાષાઃ
મહાવીરના સમયમાં ભાષા વિશે પણ ઘણી મિથ્યાધારણાઓ ફેલાયેલી હતી. અમુક ભાષા દેવભાષા છે અને અમુક ભાષા અપભ્રષ્ટ ભાષા છે તથા દેવભાષા બોલવાથી પુણ્ય થાય છે અને અપભ્રષ્ટ ભાષા બોલવાથી પાપ થાય છે એવી જાતની માન્યતાએ લોકોના મનમાં ઘર કરી લીધું હતું. ભગવાન મહાવીરે સ્પષ્ટ કહ્યું કે ભાષાનો પુણ્ય કે પાપ સાથે કોઈ સંબંધ નથી. ભાષા તો માત્ર બોલચાલના વ્યવહારનું એક સાધન અર્થાત્ માધ્યમ છે. મનુષ્ય ભલે કોઈ પણ ભાષા બોલે, જો તેનું ચારિત્રઆચરણ શુદ્ધ હશે તો તેના જીવનનો વિકાસ થશે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પાંચમા શતકના ચોથા ઉદેશકમાં એમ બતાવવામાં આવ્યું છે કે દેવો અર્ધમાગધી ભાષા બોલે છે. દેવો દ્વારા બોલાતી ભાષાઓમાં અર્ધમાગધી ભાષા વિશિષ્ટ છે, જો કે અહીં એવું પ્રતિપાદિત નથી કરવામાં આવ્યું કે અર્ધમાગધી ભાષા બોલવાથી પુણ્ય થાય છે અથવા જીવનની શુદ્ધિ થાય છે. વૈદિકો અને જૈનોની જેમ અન્ય સંપ્રદાયવાળાઓ પણ દેવોની વિશિષ્ટ ભાષા હોવાનું માને છે. ખ્રિસ્તીઓ દેવોની ભાષા હિબ્રુ માને છે, જ્યારે મુસલમાનો દેવોની ભાષા અરબી હોવાનું માને છે. એ રીતે મોટા ભાગે પ્રત્યેક સંપ્રદાયવાળાઓ પોતપોતાના શાસ્ત્રની ભાષાને દેવભાષા કહે છે. ગોશાલક:
પંદરમા શતકમાં મખલિપુત્ર ગોશાલકનું વિસ્તૃત વર્ણન છે. ગોશાલક માટે મંખલિપુત્ર અને મખ્ખલિપુત્ર એવા બે શબ્દોનો પ્રયોગ થતો રહ્યો છે. જૈન શાસ્ત્રોમાં મંખલિપુત્ર શબ્દ પ્રચલિત છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં મખલિપુત્ર શબ્દનો પ્રયોગ થયો છે. હાથમાં ચિત્રપટ લઈ તે દ્વારા લોકોને ઉપદેશ આપી પોતાની આજીવિકા ચલાવનાર ભિક્ષુકોને જૈન પરંપરામાં “સંખ' કહેવામાં આવ્યો છે. પ્રસ્તુત શતક અનુસાર ગોશાલકનો જન્મ સરવણ નામના ગામમાં રહેનારા વેદવિશારદ ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળામાં થયો હતો અને એટલા માટે જ તેના પિતા મખલિ મંખ અને માતા ભદ્રાએ પોતાના પુત્રનું નામ ગોશાલક રાખ્યું. ગોશાલક જ્યારે યુવાન થયો અને જ્ઞાન-વિજ્ઞાનમાં પરિપક્વ થયો ત્યારે તેણે પોતાના પિતાનો મંખપણાનો ધંધો સ્વીકાર્યો. ગોશાલક પોતે ગૃહસ્થાશ્રમી હતો કે નહિ તે વિષયમાં પ્રસ્તુત પ્રકરણમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. તે નગ્ન રહેતો હતો તે પરથી એમ જણાય છે કે તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો નહિ હોય. જ્યારે મહાવીર દીક્ષિત થયા પછી બીજા ચાતુર્માસમાં ફરતા ફરતા રાજગૃહની બહાર નાલંદામાં ૧. મહાવીરચરિયમાં ગોશાલકના વૃત્તાંત માટે એક નવી જ કલ્પના કરવામાં આવી છે.
જુઓ–મહાવીરચરિયું, ષષ્ઠ પ્રસ્તાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org