________________
૨૩૬
અંગઆગમ
બતાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં વારંવાર દેવો અને અસુરોનું વર્ણન આપવામાં આવ્યું છે. એ જ દષ્ટિએ સૂત્રકારે દેવાસુરસંગ્રામનું પણ વર્ણન કર્યું છે. આ સંગ્રામમાં દેવેન્દ્ર શક્રથી ભયભીત બનેલ અસુરેન્દ્ર ચમર ભગવાન મહાવીરના શરણે જતાં બચી જાય છે. આ સંગ્રામ વૈદિક દેવાસુર સંગ્રામનું અનુકરણ હોય તેમ જણાય છે. સંગ્રામનું જે કારણ બતાવવામાં આવ્યું છે તે અત્યંત વિલક્ષણ છે. તેનાથી એ પણ ફલિત થાય છે કે ઇન્દ્ર જેવો બળવાન અને સમર્થ પુરુષ પણ કેવી રીતે કાષાયિક વૃત્તિઓનો શિકાર બનીને પામર પ્રાણીની માફક આચરણ કરવા લાગે છે. સ્વર્ગની જે ઘટનાઓ વારંવાર આવે છે તે વાંચવાથી એમ જણાય છે કે સ્વર્ગના પ્રાણીઓ કેટલા અધમ, ચોર, અસદાચારી અને કલહપ્રિય હોય છે. આ બધી ઘટનાઓનો અર્થ એ જ છે કે સ્વર્ગ વાંછનીય નથી પરંતુ મોક્ષ વાંછનીય છે. શુદ્ધ સંયમનું ફળ નિર્વાણ છે જ્યારે દૂષિત સંયમથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સ્વર્ગનું કારણ યજ્ઞ વગેરે ન હોતાં અહિંસાપ્રધાન આચરણ જ છે. સ્વર્ગ પણ નિર્વાણપ્રાપ્તિમાં એક બાધા છે જે દૂર કરવી જરૂરી છે. આ રીતે જૈન નિગ્રંથોએ સ્વર્ગની જગ્યાએ મોક્ષને પ્રતિષ્ઠિત કરી હિંસા અથવા ભોગને બદલે અહિંસા અથવા ત્યાગની પ્રતિષ્ઠા કરી છે. સ્વર્ગઃ | સ્વર્ગના વર્ણનમાં વસ્ત્ર, અલંકાર, ગ્રંથ, પાત્ર, પ્રતિમાઓ વગેરેનો ઉલ્લેખ છે. વિમાનોની રચનામાં વિવિધ રત્નો, મણિઓ અને બહુમૂલ્ય પદાર્થોનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. એ જ રીતે સ્તંભ, વેદિકા, છાપરું, દ્વાર, બારી, હિંડોળો, ખીલી વગેરેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓ સ્વર્ગમાં ક્યાંથી આવે છે? શું આ આ જ જગતના પદાર્થોની કલ્પિત નકલ નથી ? સ્વર્ગ લૌકિક આનંદોપભોગ અને વિષયવિલાસની ઉત્કૃષ્ટતમ સામગ્રીની ઉચ્ચતમ કલ્પનાનો શ્રેષ્ઠતમ નમૂનો છે.
ભગવાન મહાવીરના સમયમાં એક માન્યતા એવી હતી કે યુદ્ધ કરનાર સ્વર્ગમાં જાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શતક ૭, ઉદેશક ૯)માં આ બાબતમાં બતાવવામાં આવ્યું છે કે સંગ્રામ કરનારાને સંગ્રામ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત નથી થતું, પરંતુ ન્યાયપૂર્વક સંગ્રામ કર્યા પછી જે સંગ્રામકર્તા પોતાના દુષ્કૃત્યો માટે પશ્ચાત્તાપ કરે છે તથા તે પશ્ચાત્તાપને કારણે જેનો આત્મા શુદ્ધ બને છે તે સ્વર્ગમાં જાય છે. આનો અર્થ એમ નથી કે માત્ર સંગ્રામ કરવાથી કોઈને સ્વર્ગ મળી જાય છે. ગીતા (અધ્યાય ૨, શ્લોક ૩૭)ના “દતો વા પ્રસ્થતિ સ્વમ્'નું રહસ્યોદ્ઘાટન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના આ કથનમાં કેટલી સુંદર રીતે કરવામાં આવ્યું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org