________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
૨૩૫
ઉત્તર દિશાના વૈશ્રમણ મહારાજની અનુમતિ લઈ ઉપર્યુક્ત બધી ક્રિયાઓ કરે છે.
આ શિવરાજર્ષિ એમ કહેતા કે આ પૃથ્વી સાત દ્વીપો અને સાત સમુદ્રોવાળી છે. તેની પછી કંઈ નથી. જ્યારે તેમને ભગવાન મહાવીરના આગમનની જાણ થાય છે ત્યારે તેઓ એમની પાસે જઈ તેમનો ઉપદેશ સાંભળી તેમના શિષ્ય થઈ જાય છે. અગિયાર અંગો ભણી અંતમાં નિર્વાણ પ્રાપ્ત કરે છે. પરિવ્રાજક તાપસ:
જેવી રીતે આ સૂત્રમાં કેટલાય તાપસોનું વર્ણન આવે છે તેવી જ રીતે ઔપપાતિકસૂત્રમાં પરિવ્રાજક તાપસોના અનેક પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમ કે –અગ્નિહોત્રીય, પોરિયલુંગી પહેરનારા, કોરિય–જમીન પર સૂનારા, જઈ– યજ્ઞ કરનારા, હુંબઉઢકુંડી રાખનારા શ્રમણો, દંતુષ્પલિય–દાંતથી કાચા ફળ ખાનારા, ઉમ્મજ્જગ–માત્ર ડૂબકી મારીને જ સ્નાન કરનારા, સંમwગવારંવાર ડૂબકી મારીને સ્નાન કરનારા, નિમજ્જગ-સ્નાન માટે પાણીમાં લાંબા સમય સુધી પડ્યા રહેનારા, સંપખાલગ-શરીર પર માટી ઘસીને સ્નાન કરનારા, દખિણકૂલગ-ગંગાના દક્ષિણ કિનારે રહેનારા, ઉત્તરકૂલગ-ગંગાના ઉત્તર કિનારે રહેનારા, સંખધમગ–અતિથિને ખાવા માટે નિમંત્રણ આપવાના હેતુથી શંખ ફૂંકનારા, કૂલધમગ-કિનારે ઊભા રહીને અતિથિને બોલાવનારા, મિયલુદ્ધય–મૃગલબ્ધક, હસ્તિતાપસ હાથીને મારીને તેનાથી જીવનનિર્વાહ કરનારા, ઉદંડક–દંડ ઊંચો રાખી ફરનારા, દિશા પ્રોક્ષક–પાણી વડે દિશાનું પ્રોક્ષણ કરી ફળ લેનારા, વલ્કવાસી–વલ્કલ પહેરનારા, ચેલવાસી-કપડાં પહેરનારા, વેલવાસી સમુદ્ર તટ પર રહેનારા, જલવાસી–પાણીમાં બેસી રહેનારા, બિલવાસી–ગુફાઓમાં રહેનારા, સ્નાન કર્યા વિના ન ખાનારા, વૃક્ષમૂલિક–વૃક્ષના મૂળ પાસે રહેનારા, જલભક્ષી–માત્ર પાણી પીનારા, વાયુભક્ષી–માત્ર હવા ખાનારા, શવાલભક્ષી–શેવાળ ખાનારા, મૂલાહારી, કંદાહારી, ત્વગાહારી, ફલાહારી, પુષ્પાહારી, બીજાહારી, પંચાગ્નિ તપનારા વગેરે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે કંદાહારી તાપસો પણ મરીને સ્વર્ગમાં જાય છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં શિવરાજર્ષિની જેવા સ્કંદ, તામિલ, પૂરણ, પુગલ વગેરે તાપસોનું પણ વર્ણન આવે છે. તેમાં દાનામા અને પ્રાણામા રૂપી બે તાપસી દીક્ષાઓનો પણ ઉલ્લેખ છે. દાનામાં અર્થાત્ ભિક્ષા લાવી દાન કરવાના આચારવાળી પ્રવ્રયા અને પ્રાણામા અર્થાત્ પ્રાણીમાત્રને પ્રણામ કરતા રહેવાની પ્રવ્રજ્યા. આ તાપસોમાંથી કેટલાક સ્વર્ગમાં ગયા છે અને કેટલાકને ઇન્દ્રપદ પણ મળ્યું છે. આથી એવું ફલિત થાય છે કે સ્વર્ગપ્રાપ્તિ માટે કષ્ટમય તપની આવશ્યકતા છે, નહિ કે યજ્ઞયાગાદિની. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org