________________
૨૩૪
અંગઆગમ
ભગવાન મહાવીર જમાલિને કહેવા લાગ્યા કે મારા અનેક છબસ્થ શિષ્યો પણ આ પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. છતાં પણ તેઓ તારી માફક એમ નથી કહેતાં કે અમે જિન છીએ, કેવલી છીએ. અંતમાં જ્યારે જમાલિ મૃત્યુ પામે છે ત્યારે ગૌતમ ભગવાનને પૂછે છે કે આપનો જમાલિ નામક કુશિષ્ય મરીને કઈ ગતિમાં ગયો? તેનો જવાબ આપતાં મહાવીર કહે છે કે મારો કુશિષ્ય અનગાર જમાલિ મરીને અધમ જાતિની દેવગતિમાં ગયો છે. તે સંસારમાં ફરતો ફરતો અંતે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે. શિવરાજર્ષિઃ
અગિયારમા શતકના નવમા ઉદ્દેશકમાં હત્થિનાગપુરના રાજા શિવનું વર્ણન છે. આ રાજાને ઇતિહાસની દૃષ્ટિએ જોવામાં આવે કે માત્ર દંતકથાની દૃષ્ટિએ તેનો નિર્ણય કરી શકાતો નથી. તેના સામંત રાજાઓ પણ હતા એવો ઉલ્લેખ મળે છે. આથી અનુમાન કરી શકાય છે કે તે કોઈ વિશિષ્ટ રાજા રહ્યો હશે. તેને તાપસ થવાની ઇચ્છા થાય છે આથી પોતાના પુત્ર શિવભદ્રને ગાદીએ બેસાડી પોતે દિશામોક્ષક પરંપરાની દીક્ષા સ્વીકાર કરવા માટે ગંગાકિનારે રહેનારા વાનપ્રસ્થ તાપસી પાસે જાય છે અને તેમની પાસે દીક્ષા લે છે. દીક્ષા લેવાની સાથે જ તે નિરંતર ષષ્ઠ તપ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ તપની સાથે તે રોજ આતાપનાભૂમિ પર આતાપના લે છે. તેની દિનચર્યા આવા પ્રકારની બતાવવામાં આવી છે : ષષ્ઠ તપના પારણાના દિવસે તે આતાપનાભૂમિથી ઊતરી નીચે આવે છે, વૃક્ષની છાલનાં કપડાં પહેરે છે, પોતાની ઝૂંપડીમાં આવે છે અને પછી કિઢિણ અર્થાત્ વાંસનું પાત્ર અને સંકાઇય–સંકાયિક અર્થાત્ કાવડ ગ્રહણ કરે છે. ત્યારબાદ પૂર્વદિશાનું પ્રોક્ષણ (પાણીનો છંટકાવ) કરે છે અને ‘પૂર્વદિશાના સોમ મહારાજ ધર્મસાધનામાં પ્રવૃત્ત શિવરાજની રક્ષા કરો અને પૂર્વમાં રહેલાં કંદ, મૂળ, પત્ર, પુષ્પ, ફળ વગેરે લેવાની અનુમતિ આપો” એમ કહી પૂર્વમાં જઈ કંદ વગેરેથી પોતાની કાવડ ભરે છે ત્યારબાદ શાખા, કુશ, સમિધ, પત્ર વગેરે લઈ પોતાની ઝૂંપડીમાં આવે છે. આવીને કાવડ વગેરે મૂકી, વેદિકા સાફ કરી, પાણી અને છાણથી લીંપે છે. ત્યારબાદ હાથમાં શાખા અને કળશ લઈ ગંગા નદીમાં ઊતરે છે, સ્નાન કરે છે, દેવકર્મપિતૃકર્મ કરે છે, શાખા અને પાણીથી ભરેલો કળશ લઈ પોતાની ઝૂંપડીમાં આવે છે, કુશ વગેરે દ્વારા વેદિકા બનાવે છે, અરણી ઘસીને અગ્નિ પ્રગટ કરે છે, સમિધ વગેરે સળગાવે છે અને અગ્નિની જમણી બાજુ નીચેની સાત વસ્તુઓ મૂકે છે. સકથા (તાપસનું એક ઉપકરણ), વલ્કલ, ઠાણ અર્થાત્ દીપ, શોપકરણ, કમંડલ, દંડ અને સાતમો તે પોતે. ત્યારબાદ મધ, ઘી અને ચોખા અગ્નિમાં હોમે છે, ચરુબલિ તૈયાર કરે છે, ચરુબલિ દ્વારા વૈશ્વદેવ બનાવે છે, અતિથિની પૂજા કરે છે અને પછી ભોજન કરે છે. આ રીતે દક્ષિણ દિશાના યમ મહારાજની, પશ્ચિમ દિશાના વરુણ મહારાજની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org