________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
અસત્યમૃષા—એવા પ્રકારની બે ભાષાઓ બોલે છે. શ્વાસોચ્છ્વાસ :
બીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં પ્રશ્ન છે કે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની જેમ શું પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિય જીવો પણ શ્વાસોચ્છ્વાસ લે છે ? જવાબમાં કહેવામાં આવ્યું છે કે હા, લે છે. શું વાયુકાયના જીવો પણ વાયુકાયને જ શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે ? અહીં વૃત્તિકારે એવી સ્પષ્ટતા કરી છે કે જે વાયુકાય શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરવામાં આવે છે તે ચેતન નહિ પરંતુ જડ અર્થાત્ પુદ્ગલરૂપ હોય છે. તેમની સ્વતંત્ર વર્ગણાઓ હોય છે જેને શ્વાસોચ્છ્વાસ-વર્ગણા કહે છે.
જમાલિ-ચરિત :
નવમા શતકમાં તેત્રીસમા ઉદ્દેશકમાં જમાલિનું આખું ચરિત્ર છે. તેમાં તેને બ્રાહ્મણકુંડગ્રામની પશ્ચિમમાં આવેલા ક્ષત્રિયકુંડગ્રામનો નિવાસી ક્ષત્રિયકુમાર બતાવવામાં આવેલ છે અને તેના માતા-પિતાનાં નામો આપવામાં આવ્યાં નથી. ભગવાન મહાવીર તે નગરમાં આવ્યા ત્યારે તે તેમના દર્શન માટે ગયો અને બોધ પ્રાપ્ત કરી ભગવાનનો શિષ્ય બન્યો. ત્યારબાદ તેનો ભગવાન મહાવીરના અમુક વિચારો સાથે વિરોધ થવાથી તેમનાથી છૂટો પડ્યો. આ આખા વર્ણનમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે જમાલિ મહાવીરનો જમાઈ હતો અથવા તેમની કન્યા સાથે તેનો વિવાહ થયો હતો. જ્યારે તે દીક્ષાગ્રહણ કરે છે ત્યારે રજોહરણ અને પડિગ્ગહ અર્થાત્ પાત્ર એ બે ઉપકરણો જ લે છે. મુહપત્તી વગેરે કોઈ પણ બીજા ઉપકરણો તેની પાસે હોવાનો ઉલ્લેખ નથી. જ્યારે જમાલિ ભગવાનથી છૂટો પડે છે અને તેમના અમુક વિચારોથી જુદા પ્રકારના વિચારોનો પ્રચાર કરે છે ત્યારે તે પોતાની જાતને જિન અને કેવલી કહે છે તથા મહાવીરના અન્ય છદ્મસ્થ શિષ્યોથી પોતાને જુદો માને છે. આ પરથી અનુમાન કરી શકાય છે કે ‘જિન’ અને ‘કેવલી’ શબ્દનો પ્રયોગ તે સમયના વિચારકો કેવી રીતે કરતા હતા. મહાવીરથી જુદા થઈને પોતાની ભિન્ન વિચારધારાનો પ્રચાર કરનાર ગોશાલક પણ મહાવીરને એમ જ કહેતો હતો કે હું જિન છું, કેવલી છું અને તમારા શિષ્ય ગોશાલકથી જુદો છું. જ્યારે જમાલિ એમ કહે છે કે હવે હું જિન છું, કેવલી છું ત્યારે મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ જમાલિને કહે છે કે કેવલીનું જ્ઞાનદર્શન તો પર્વતાદિ વડે નિરુદ્ધ નથી થતું. જો તું સાચેસાચ કેવલી અથવા જિન હો તો મારા આ બે પ્રશ્નોના ઉત્તર આપ--આ લોક શાશ્વત છે કે અશાશ્વત ? આ જીવ શાશ્વત છે કે અશાશ્વત ? આ પ્રશ્નો સાંભળીને જમાલિ નિરુત્તર બની ગયો. આ જોઈ
Jain Education International
૨૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org