________________
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
૨૨૯ ચારિત્રાતર–સામાયિક, છેદો પસ્થાપનીય વગેરે રૂપ ચારિત્ર પ્રત્યે સંશય કરવો. પ્રવચનાંતર–ચતુર્યામ અને પંચયામના ભેદો વિષયમાં શંકા કરવી.
પ્રાવચનિકાંતર–પ્રાવચનિક અર્થાત્ પ્રવચનના જ્ઞાતા. પ્રાવચનિકોના ભિન્ન ભિન્ન આચાર-પ્રચારો પ્રત્યે શંકા કરવી.
કલ્પાંતર–કલ્પ અર્થાત્ આચાર. આચારના સચેલકત્વ, અચલત્વ વગેરે ભેદો પ્રત્યે સંશય રાખવો.
માર્ગોતર–માર્ગ અર્થાત્ પરંપરાથી ચાલી આવનારી સામાચારી. વિવિધ પ્રકારની સામાચારી વિષયમાં અશ્રદ્ધા રાખવી.
મતાંતર–પરંપરાથી ચાલ્યા આવનારા મતમતાંતરો પ્રત્યે અશ્રદ્ધા રાખવી. નિયમાંતર–એક નિયમની અંતર્ગત અન્ય નિયમાંતરો પ્રત્યે અવિશ્વાસ રાખવો.
પ્રમાણાંતર–પ્રત્યક્ષ રૂપે એક પ્રમાણ સિવાય અન્ય પ્રમાણો પ્રત્યે વિશ્વાસ ન રાખવો.
આ રીતે અન્ય કારણોના સ્વરૂપના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
રોહ અણગારના જીવ પહેલાં છે કે અજીવ એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બતાવ્યું છે કે આ બંનેમાંથી અમુક પહેલાં છે અને અમુક પછી એવો કોઈ કમ નથી, એ બંને પદાર્થો શાશ્વત છે–નિત્ય છે. લોકનો આધારઃ
ગૌતમના સમગ્ર લોક કોના આધારે રહ્યો છે એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બતાવ્યું છે કે આકાશના આધારે વાયુ, વાયુના આધારે સમુદ્ર, સમુદ્રના આધારે પૃથ્વી તથા પૃથ્વીના આધારે સમસ્ત ત્રસ અને સ્થાવર જીવો રહેલા છે. સમસ્ત અજીવો જીવોના આધારે રહેલા છે. લોકનો આવો આધાર-આધેય ભાવ છે, એ કયા આધારે કહી શકાય છે? તેના ઉત્તરમાં નીચેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે :
એક મોટી મશકમાં હવા ભરી તેને ઉપરથી બાંધી દેવામાં આવે. પછી તેને વચમાં બાંધી ઉપરનું મોટું ખોલી નાખવામાં આવે. તેની ઉપરના ભાગની હવા નીકળી જશે. પછી તે ખાલી ભાગમાં પાણી ભરી ઉપરથી મોટું બાંધી દેવામાં આવે અને વચ્ચેની ગાંઠ છોડી નાખવામાં આવે. આથી ઉપરના ભાગમાં ભરેલું પાણી નીચે ભરેલી હવાને આધારે ટકી રહેશે. એ જ રીતે લોક પવનના આધારે રહેલો છે. અથવા જેમ કોઈ મનુષ્ય પોતાની કમર ઉપર હવાથી ભરેલી મશક બાંધી પાણીની ઉપર તરતો રહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org