________________
૨૩૦
અંગઆગમ
ડૂબતો નથી એ જ રીતે વાયુના આધારે સમગ્ર લોક ટકેલો છે. આ ઉદાહરણોની પરીક્ષા સહેલાઈથી કરી શકાય છે. પાર્થાપત્ય :
પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો અર્થાતુ પાર્વાપત્યો દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહાયેલા છે. કાલાસવેસિયપુત્ત નામે પાર્વાપત્ય ભગવાન મહાવીરના શિષ્યોને કહે છે કે તે સ્થવિરો ! તમે લોકો સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી, પ્રત્યાખ્યાન જાણતા નથી, પ્રત્યાખ્યાનનો અર્થ જાણતા નથી, સંયમ જાણતા નથી, સંયમનો અર્થ જાણતા નથી, સંવર અને સંવરનો અર્થ જાણતા નથી, વિવેક અને વિવેકનો અર્થ જાણતા નથી, વ્યુત્સર્ગ અને વ્યુત્સર્ગનો અર્થ જાણતા નથી. આ સાંભળીને મહાવીરના શિષ્યો કાલાસવેસિયપુત્તને કહે છે કે હે આર્ય ! અમે લોકો સામાયિક વગેરે અને સામાયિક વગેરેનો અર્થ જાણીએ છીએ. આ સાંભળીને પાર્વાપત્ય અણગારે તે સ્થવિરોને પૂછ્યું કે જો તમે લોકો આ બધું જાણો છો તો બતાવો કે સામાયિક વગેરે શું છે અને સામાયિક વગેરેનો અર્થ શું છે? આનો ઉત્તર આપતાં તે સ્થવિરો કહેવા લાગ્યા કે પોતાનો આત્મા સામાયિક છે અને પોતાનો આત્મા જ સામાયિકનો અર્થ છે. એ જ રીતે આત્મા જ પ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનનો અર્થ છે વગેરે. આ સાંભળી પાર્થાપત્ય અણગારે પૂછ્યું કે જો એમ છે તો પછી તમે લોકો ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કર્યા પછી તેમની ગ–નિંદા કેમ કરો છો ? આના ઉત્તરમાં વિરોએ કહ્યું કે સંયમ માટે અમે ક્રોધ વગેરેની ગર્તા કરીએ છીએ. આ સાંભળી કાલાસવેસિયપુત્તે પૂછ્યું કે ગહ સંયમ છે કે અગહ ? સ્થવિરોએ કહ્યું કે ગહ સંયમ છે, અગહ સંયમ નથી. ગર્તા સમસ્ત દોષોને દૂર કરે છે અને તેના વડે અમારો આત્મા સંયમમાં સ્થાપિત થાય છે. તેનાથી આત્મામાં સંયમનો ઉપચય અર્થાત્ સંગ્રહ થાય છે. આ બધું સાંભળી કાલાસેવેસિયપુત્તને સંતોષ થયો અને તેમણે મહાવીરના વિરોને વંદન કર્યું, નમન કર્યું અને એ સ્વીકાર્યું કે સામાયિકથી માંડી વ્યુત્સર્ગ તથા ગહ સુધીના બધાં પદોનું મને આવું જ્ઞાન નથી. મેં આ વિષયમાં આવું વિવેચન પણ સાંભળ્યું નથી. આ બધાં પદોનું મને જ્ઞાન નથી, અભિગમ નથી, આથી આ બધાં પદો મારા માટે અંદષ્ટ છે, અશ્રુતપૂર્વ છે, અમૃતપૂર્વ છે, અવિજ્ઞાત છે, અવ્યાકૃત છે, અપૃથક્ત છે, અનુદ્ધત છે, અનવધારિત છે. એટલા માટે જવું આપે કહ્યું તેવી મારી શ્રદ્ધા ન હતી, પ્રતીતિ ન હતી, રુચિ ન હતી. હવે આપે બતાવેલી બધી વાતો મારી સમજમાં આવી ગઈ છે, અને તેવી જ મારી શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ ગઈ છે. આમ કહીને કાલાસવેસિયપુત્તે તે સ્થવિરોની પરંપરામાં ભળી જવાનો પોતાનો વિચાર જણાવ્યો. સ્થવિરોની અનુમતિથી તેઓ તેમનામાં ભળી ગયા અને નગ્ન ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org