________________
અંગઆગમ
પણ આગળ આવેલા અચ્યુત નામના સ્વર્ગ સુધી જઈ શકે છે. આભિયોગિક અર્થાત્ જે જૈન વેષધારી હોવા છતાં પણ મંત્ર, તંત્ર, વશીકરણ વગેરેનો પ્રયોગ કરનારા છે, મસ્તક પર વિભૂતિ અર્થાત્ વાસક્ષેપ નાખનારા છે, પ્રતિષ્ઠા માટે નિમિત્તશાસ્ત્ર વગેરેનો ઉપયોગ કરનારા છે તેઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવ થાય છે અને વધુમાં વધુ અચ્યુત નામના સ્વર્ગમાં જાય છે. સ્વલિંગી અર્થાત્ માત્ર જૈન વેષ ધારણ કરનારા સમ્યગ્દર્શન વગેરેથી ભ્રષ્ટ સાધુઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવ રૂપે ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ ત્રૈવેયક વિમાનમાં દેવ બને છે. આ બધું દેવગતિ પ્રાપ્ત થવાની અવસ્થામાં જ સમજવું જોઈએ, અનિવાર્યરૂપે અર્થાત્ સામાન્ય નિયમ રૂપે નહિ.
૨૨૮
ઉપર્યુક્ત ઉલ્લેખમાં મહાવીરના સમકાલીન આજીવિકો, વૈદિક પરંપરાના તાપસો અને પરિવ્રાજકો તથા જૈન શ્રમણ-શ્રમણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનો નિર્દેશ છે. તેમાં માત્ર એક બૌદ્ધ પરંપરાના ભિક્ષુઓનો કોઈ નામનિર્દેશ નથી. આમ કેમ ? આ એક વિચારણીય પ્રશ્ન છે. એ પણ વિચારણીય છે કે જે માત્ર જૈન વેષધારી છે અને બાહ્યપણે જૈન અનુષ્ઠાન કરનાર છે પરંતુ વાસ્તવિક રીતે સમ્યગ્દર્શનરહિત છે તેઓ ઊંચામાં ઊંચા સ્વર્ગ સુધી કેવી રીતે પહોંચી શકે કે જ્યારે તે જ પ્રકારના અન્ય વેષધારી મિથ્યાદષ્ટિવાળાઓ ત્યાં સુધી પહોંચી શકતા ન હોય ? તાત્પર્ય એવું જણાય છે કે જૈન બાહ્ય આચારની કઠિનતા અને ઉગ્રતા અન્ય શ્રમણો અને પરિવ્રાજકોની અપેક્ષાએ વધુ સંયમપ્રધાન હતી જેમાં હિંસા વગેરે પાપાચારની બાહ્ય રૂપે સંભાવના ઓછી હતી. આથી દર્શનવિશુદ્ધિ ન હોવા છતાં અન્ય મિથ્યાદષ્ટિવાળાની અપેક્ષાએ જૈન શ્રમણોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.
કાંક્ષામોહનીય :
:
નિગ્રંથ શ્રમણો કાંક્ષામોહનીય કર્મનું કેવી રીતે વેદન કરે છે—અનુભવ કરે છે ? આનો ઉત્તર આપતાં સૂત્રકારે આગળ બતાવ્યું છે કે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાંતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, માર્ગોતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાંતર રૂપ કારણો વડે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, બુદ્ધિભેદ તથા ચિત્તની કલુષિતતા પામેલા નિગ્રંથ શ્રમણો કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. આ કારણોની વ્યાખ્યા વૃત્તિકારે આ પ્રમાણે કરી છે ઃ
જ્ઞાનાન્તર—મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ રૂપ પાંચ જ્ઞાનો—જ્ઞાનના પ્રકારો વિષયમાં શંકા કરવી.
દર્શનાંતરચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન વગેરે દર્શનોના અવાંતર ભેદો વિષયમાં શ્રદ્ધા ન રાખવી અથવા સમ્યક્ત્વરૂપ દર્શનના ઔપશમિક વગેરે ભેદો વિષયમાં શંકા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org