________________
અંગઆગમ
પ્રશ્ન—પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયના જીવો કેટલા સમયમાં શ્વાસ લે છે ? ઉત્તર—વિવિધ સમયમાં અર્થાત્ વિવિધ રીતે શ્વાસ લે છે. પ્રશ્ન—શું આ બધા જીવો આહાર લે છે ?
ઉત્તર—હા, આ બધા જીવો આહાર લે છે.
પ્રશ્ન—આ બધા જીવો કેટલા સમયમાં આહાર ગ્રહણ કરે છે ? ઉત્તર—આ બધા જીવો નિરંતર આહાર ગ્રહણ કરે છે.
આ બધા જીવો જે પુદ્ગલોનો આહાર કરે છે તે કાળા, નીલા, પીળા, લાલ અને સફેદ હોય છે. તે બધા સુગંધી પણ હોય છે અને દુર્ગંધી પણ. સ્વાદમાં બધા પ્રકારના સ્વાદોથી યુક્ત હોય છે અને સ્પર્શમાં બધા પ્રકારના સ્પર્શવાળા હોય છે.
૨૨૬
આ જ પ્રકારના પ્રશ્નો દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સંબંધી પણ છે. પ્રશ્ન—જીવ આત્મારંભી છે, પરારંભી છે, ઉભયારંભી છે અથવા અનારંભી છે?
ઉત્તર–કેટલાક જીવો આત્મારંભી પણ છે, પરારંભી પણ છે, ઉભયારંભી પણ છે તથા કેટલાક જીવો આત્મારંભી પણ નથી, પરારંભી પણ નથી અને ઉભયારંભી પણ નથી પરંતુ માત્ર અનારંભી છે.
અહીં આરંભનો અર્થ આસવદ્વા૨ સંબંધી પ્રવૃત્તિ છે. યતનારહિત આચરણ કરનારા બધા જીવો આરંભી જ છે. યતનાસહિત અને શાસ્ત્રોક્ત વિધાન અનુસાર આચરણ કરનારા જીવો પણ આમ તો આરંભી છે પરંતુ યતનાની અપેક્ષાએ અનારંભી છે. સિદ્ધ આત્માઓ અશરીરી હોવાને કારણે અનારંભી જ છે.
પ્રશ્ન—શું અસંયત અથવા અવિરત જીવો પણ મૃત્યુ પછી દેવ બને છે ? ઉત્તર—હા, બને છે.
પ્રશ્નકેવી રીતે ?
ઉત્તર—જેમણે ભૂખ, તરસ, ડાંસ, મચ્છર વગેરેના ઉપસર્ગો અનિચ્છાપૂર્વક પણ સહ્યા છે તેઓ વાણવ્યંતર નામના દેવોની ગતિમાં જાય છે. જેમણે બ્રહ્મચર્યનું અનિચ્છાએ પણ પાલન કર્યું છે તે પ્રકારની કુલીન બાળવિધવાઓ અથવા અશ્વો વગેરે પ્રાણીઓ દેવગતિ પ્રાપ્ત કરે છે. જેમણે અનિચ્છાપૂર્વક પણ ઠંડી, ગ૨મી વગેરે સહન કર્યાં છે તેઓ પણ દેવગતિ પ્રાપ્ત કરે છે.
પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકના પ્રારંભમાં આ પ્રકારનો ઉપોદ્ઘાત છે કે ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org