________________
૨૨૫
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ મંખલિપુત્ર ગોપાલક વિષયમાં વિસ્તૃત વિવેચન છે. ગોશાલકના કેટલાક સહાયકોનો પાસત્થ' શબ્દથી નિર્દેશ કરવામાં આવ્યો છે. ચૂર્ણિકારે તેમને પાર્શ્વનાથના અનુયાયીઓ કહ્યા છે. પ્રશ્નકાર ગૌતમ :
સૂત્રના પ્રારંભમાં જ્યાં પ્રશ્નોની શરૂઆત થાય છે ત્યાં વૃત્તિકારના મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે પ્રશ્નકાર ગૌતમ પોતે દ્વાદશાંગીના વિધાતા છે, કૃતના સમસ્ત વિષયોના જ્ઞાતા છે તથા બધા પ્રકારના સંશયોથી રહિત છે. એટલું જ નહિ, તેઓ સર્વજ્ઞ સમાન છે તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાયજ્ઞાનના ધારક છે. આવી સ્થિતિમાં તેમના દ્વારા સંશયયુક્ત સામાન્યજનની માફક પ્રશ્ન પૂછવાનું ક્યાં સુધી યુક્તિસંગત છે? તેનો ઉત્તર વૃત્તિકાર આ પ્રમાણે આપે છે :
૧. ગૌતમ ભલેને ગમે તેટલા અતિશયયુક્ત કેમ ન હોય, તેમની ભૂલ થવાનો સંભવ છે કારણ કે અંતે તો તેઓ છદ્મસ્થ જ છે.
૨. પોતે જાણતા હોવા છતાં પણ પોતાના જ્ઞાનની અવિસંવાદિતા માટે પ્રશ્ન પૂછી શકે છે.
૩. પોતે જાણતા હોવા છતાં પણ અન્ય અજ્ઞાનીઓના બોધને માટે પૂછી શકે છે. ૪. શિષ્યોને પોતાના વચનોમાં વિશ્વાસ બેસાડવા માટે પૂછી શકે છે. ૫. સૂત્રરચનાની આ જ પદ્ધતિ છે–શાસ્ત્રરચનાનો આવા જ પ્રકારનો આચાર છે.
આ પાંચ હેતુઓમાંથી અંતિમ હેતુ વધુ યુક્તિયુક્ત જણાય છે. પ્રશ્નોત્તર:
પ્રથમ શતકના કેટલાક પ્રશ્નો અને તેમના ઉત્તરો આ પ્રમાણે છે :
પ્રશ્ન–શું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવરૂપ છે? આ જીવોનું આયુષ્ય કેટલું હોય છે?
ઉત્તર–પૃથ્વીકાયરૂપ વગેરે જીવો છે અને તેમનામાંથી પૃથ્વીકાયરૂપ જીવોનું આયુષ્ય ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ બાવીસ હજાર વર્ષનું હોય છે. જળકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ સાત હજાર વર્ષ, અગ્નિકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ ત્રણ અહોરાત્ર, વાયુકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ ત્રણ હજાર વર્ષ અને વનસ્પતિકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ દસ હજાર વર્ષનું હોય છે. આ બધાનું ઓછામાં ઓછું આયુષ્ય અંતર્મુહૂર્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org