________________
ષષ્ઠ પ્રકરણ
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
પાંચમા અંગનું નામ વિયાહપષ્ણત્તિ–વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' છે. બીજા અંગોની અપેક્ષાએ વધુ વિશાળ અને તેથી વિશેષ પૂજ્ય હોવાને કારણે આનું બીજું નામ ભગવતી પણ પ્રસિદ્ધ છે. વિદ્યમાન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ગ્રંથાગ્ર ૧૫,OOO શ્લોકપ્રમાણ છે. તેનું પ્રાકૃત નામ વિયાહપત્તિ છે પરંતુ લેખકો–લહિયાઓની અસાવધાનીને કારણે ક્યાંક ક્યાંક વિવાહપત્તિ તથા વિબાહપણત્તિ પાઠ પણ મળે છે. આ રીતે વિયાહપણત્તિ, વિવાહપણત્તિ અને વિબાહપષ્ણત્તિ આ ત્રણ પાઠોમાં વિયાહપત્તિ પાઠ જ પ્રામાણિક અને પ્રતિષ્ઠિત છે. જ્યાં ક્યાંય આ નામ સંસ્કૃતમાં આવ્યું છે ત્યાં સર્વત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દનો જ પ્રયોગ થયો છે. વૃત્તિકાર અભયદેવસૂરિએ આ ત્રણે પાઠોમાંથી વિયાહપત્તિ પાઠની વ્યાખ્યા સહુ પ્રથમ કરીને આ પાઠને વિશેષ મહત્ત્વ આપ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દની વ્યાખ્યા વૃત્તિકારે અનેક રીતે કરી છે : ૧. (અ) અભયદેવકૃત વૃત્તિસહિત આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૧૮-૧૯૨૧;
ધનપતસિંહ બનારસ, ઈ.સ.૧૮૮૨; ઋષભદેવજી કેશરીમલજી જૈન છે. સંસ્થા,
રતલામ, ઈ.સ.૧૯૩૭-૧૯૪૦ (૧૪ શતક સુધી). (આ) પંદરમા શતકનો અંગ્રેજી અનુવાદ–Hoernle, Appendix to ઉપાસક દશા,
Bibliotheca Indica, Calcutta, 1885-1888. (ઈ) છઠ્ઠા શતક સુધી અભયદેવ કૃત વૃત્તિ અને તેના ગુજરાતી અનુવાદ સાથે
બેચરદાસ દોશી, જિનાગમ પ્રકાશક સભા, મુંબઈ, વિ.સં. ૧૯૭૪-૧૯૭૯; શતક ૭- ૧૫, મૂળ અને ગુજરાતી અનુવાદ–ભગવાનદાસ દોશી, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૫; શતક ૧૬-૪૧,મૂળ અને ગુજરાતી અનુવાદ–ભગવાનદાસ દોશી, જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૮. ભગવતીસાર : ગુજરાતી છાયાનુવાદ–ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન
સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૮. (ઉ) હિન્દી વિષયાનુવાદ (શતક ૧-૨૦)-મદનકુમાર મહેતા, શ્રુતપ્રકાશન મંદિર,
કલકત્તા, વિ.સં. ૨૦૧૧. સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ,
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬ ૧. (ઋ) હિન્દી અનુવાદ સાથે-અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬.
(ઊ) સંસ્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org