________________
૨૨૦
અંગઆગમ
અનુપલબ્ધ શાસ્ત્રો:
સ્થાનાંગ અને સમવાયાંગમાં કેટલાંક એવાં જૈન શાસ્ત્રોનાં નામો પણ મળે છે જે અત્યારે મળતાં નથી. આ રીતે આમાં અંતકૃદશા અને અનુત્તરૌપપાતિક નામના અંગોનાં એવાં પ્રકરણોનો પણ ઉલ્લેખ છે જે આ ગ્રંથોનાં ઉપલબ્ધ સંસ્કરણોમાં મળતાં નથી.એમ લાગે છે કે કાં તો નામોમાં કંઈક ફેરફાર થઈ ગયો છે અથવા વાચનામાં ભેદ થયો છે. ગર્ભધારણઃ
સ્થાનાંગ, સૂ.૪૧૬માં બતાવવામાં આવ્યું છે કે પુરુષના સંસર્ગ વિના પણ નીચેના પાંચ કારણોસર સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે: (૧) જે સ્થળે પુરુષનું વીર્ય પડ્યું હોય તે સ્થળે સ્ત્રી એવી રીતે બેસે કે તેની યોનિમાં વીર્ય પ્રવેશી જાય, (૨) વીર્ય લાગેલાં વસ્ત્રો વગેરે દ્વારા વીર્યના અણુઓ સ્ત્રીની યોનિમાં પ્રવેશે, (૩) પુત્રની આકાંક્ષાથી સ્ત્રી પોતે જ વીર્યાણુઓને પોતાની યોનિમાં રાખે અથવા બીજા પાસે રખાવે, (૪) વીર્યાણયુક્ત પાણી પીવે, (૫) વીર્યાણુયુક્ત પાણીમાં સ્નાન કરે. ભૂકંપઃ
સ્થાનાંગ સૂ. ૧૯૮માં ભૂકંપનાં ત્રણ કારણો બતાવવામાં આવ્યાં છેઃ (૧) પૃથ્વીની નીચેનો ઘન વાત વ્યાકુળ થતાં ઘનોદધિમાં તોફાન આવે ત્યારે, (૨) કોઈ મહાસમર્થ મહોરગ દેવ દ્વારા પોતાનું સામર્થ્ય બતાવવા માટે પૃથ્વીને ચાલિત કરવામાં આવે ત્યારે, (૩) નાગો અને સુપર્ણો–ગરુડોમાં સંગ્રામ થાય ત્યારે. નદીઓ :
સ્થાનાંગ સૂ. ૮૮માં ભરતક્ષેત્રમાં વહેતી બે મહાનદીઓનાં નામોનો ઉલ્લેખ છે: ગંગા અને સિંધુ. અહીં એ યાદ રાખવું જોઈએ કે ગંગા નામ આર્યભાષા બોલનારાઓનાં ઉચ્ચારણનું છે. તેનું વાસ્તવિક નામ તો ખોંગ છે. “ખોંગ' શબ્દ તિબેટી ભાષાનો છે જેનો અર્થ થાય છે નદી. આ શબ્દનું ભારતીય ઉચ્ચારણ ગંગા છે. આ શબ્દ ઘણા લાંબા કાળથી પોતાનો મૂળ અર્થ છોડીને વિશેષ નદીનાં નામનાં રૂપમાં પ્રચલિત થઈ ગયો છે. સૂ. ૪૧૨માં ગંગા, યમુના, સરયુ, ઐરાવતી અને મહી–આ પાંચ નદીઓને મહાર્ણવરૂપ એટલે કે સમુદ્રસમાન કહેવામાં આવી છે. જૈન શ્રમણો અને શ્રમણીઓએ તેમને મહિનામાં બે ત્રણ વાર પાર કરવા માટે કહેવામાં આવેલ છે. રાજધાનીઓ :
સ્થાનાંગ સૂ. ૭૧૮માં ભરતક્ષેત્રની નીચેની દસ રાજધાનીઓનાં નામ ગણાવવામાં ૧. એક પ્રકારના વ્યંતર દેવો. ૨. ભવનપતિ દેવોની બે જાતિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org