________________
સ્થાનાંગ અને સમવાયાંગ
૨૧૯
અશોકના શિલાલેખોમાં પ્રયુક્ત લિપિનું નામ બ્રાહ્મી લિપિ છે. યાવની લિપિ અર્થાત્ યવનોની લિપિ. ભારતીય લોકોથી જુદા લોકોની લિપિ યાવની લિપિ કહેવાય છે; જેમ કે અરબી, ફારસી વગેરે. ખરોષ્ઠી લિપિ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે. આ લિપિનો પ્રચાર ગાંધાર દેશમાં હતો. આ લિપિમાં ઉત્તરપશ્ચિમ સીમાવર્તી પ્રદેશમાં અશોકના એક બે શિલાલેખો મળે છે. ગધેડાના હોઠને ખરોષ્ઠ કહે છે. કદાચ આ લિપિના વળાંકનો આકાર ગધેડાના હોઠ જેવો હોય અને એટલે તેનું નામ ખરોષ્ઠી, ખરોષ્ઠિકા કે ખરોષ્ટ્રિકા પડ્યું હોય. ખરશ્રાવિતા અર્થાત સાંભળવામાં કઠોર જણાતી. સંભવ છે કે આ લિપિનું ઉચ્ચારણ કાનને કઠોર લાગતું હોય એટલે તેનું નામ ખશ્રાવિતા પ્રચલિત થયું હોય. પકારાદિકા જેનું પ્રાકૃત રૂપ પહારાઈયા અથવા પઆરાયા છે, સંભવ છે કે “પકારથી શરૂ થતી હોય જેથી તેનું આવું નામ પડ્યું હોય. નિલવિકાનો અર્થ છે સાંકેતિક અથવા ગુપ્ત લિપિ. કદાચ આ લિપિ ખાસ પ્રકારના સંકેતોથી બની હોય. અંકોથી બનેલી લિપિનું નામ અંકલિપિ છે. ગણિતશાસ્ત્ર સંબંધી સંકેતોની લિપિ ગણિતલિપિ કહેવાય. ગાંધર્વલિપિ અર્થાતુ ગંધર્વોની લિપિ અને ભૂતલિપિ અર્થાત્ ભૂતોની લિપિ. સંભવ છે કે ગંધર્વ જાતિમાં ઉપયોગમાં લેવાતી લિપિનું નામ ગાંધર્વલિપિ અને ભૂતજાતિમાં અર્થાત્ ભોટ અથવા ભોટિયા લોકોમાં અથવા ભૂતાનના લોકોમાં પ્રચિલત લિપિનું નામ ભૂતલિપિ પડ્યું હોય. કદાચ પૈશાચી ભાષાની લિપિ ભૂતલિપિ હોય. આદર્શ લિપિના વિષયમાં કંઈ જાણવા મળતું નથી. માહેશ્વરોની લિપિનું નામ માહેશ્વરી લિપિ છે. હાલમાં માહેશ્વરી નામે એક જાતિ છે, તેની સાથે આ લિપિનો કોઈ સંબંધ છે કે નહિ તે સંશોધનીય છે. દ્રવિડોની લિપિનું નામ દ્રાવિડલિપિ છે. પુલિંદ લિપિ કદાચ ભીલ લોકોની લિપિ હોઈ શકે. બાકીની લિપિઓના વિષયમાં કોઈ ખાસ વાત જણાઈ નથી. લિપિવિષયક મૂળ પાઠની અશુદ્ધિને કારણે પણ એ વિષય સમજવામાં વધુ મુશ્કેલી પડે છે. બૌદ્ધ ગ્રંથ લલિતવિસ્તરમાં ૬૪ લિપિઓનાં નામો ગણાવવામાં આવ્યાં છે. તે તથા તે પ્રકારના અન્યત્ર મળતાં નામો સાથે આ પાઠ મેળવીને શુદ્ધિ કરી લેવી જોઈએ.
સમવાયાંગ, સૂ. ૪૩માં બ્રાહ્મી લિપિમાં ઉપયોગમાં આવનારા અક્ષરોની સંખ્યા ૪૬ બતાવી છે. વૃત્તિકારે આ બાબતમાં સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે આ ૪૬ અક્ષરો
મ'કારથી શરૂ થઈ “ક્ષ'સહિત “દ કાર સુધીના હોવા જોઈએ. તેમાં 8, 2, નૃ અને તૃ આ ચારે સ્વરો ઉપરાંત “ઝથી “મ:' સુધીના ૧૨ સ્વરો, “થી “” સુધીના ૨૫ સ્પર્શાક્ષરો; , , 7 અને ૩ ૪ અંતસ્થ; શ, ષ, સ અને ૬ ૪ ઉષ્માક્ષર; ૧= ૧૨+૨૫+૪+૪+૧=૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org