________________
અંગઆગમ
૭.
પ્રકારની સ્મૃતિના કારણે લેવામાં આવનારી પ્રવ્રજ્યા સ્મારિકા પ્રવ્રજ્યા છે. રોગનિમિત્તે લેવામાં આવનારી પ્રવ્રજ્યા રોગિણિકા પ્રવ્રજ્યા છે. ૮. અનાદરના કારણે લેવામાં આવનારી પ્રવ્રજ્યા અનાદતપ્રવ્રજ્યા કહેવાય છે. ૯. દેવના પ્રતિબોધથી લેવામાં આવનારી પ્રવ્રજ્યાનું નામ દેવસંજ્ઞપ્તિપ્રવ્રજ્યા છે. ૧૦. પુત્ર પ્રવ્રુજિત થવાને કારણે માતા-પિતા દ્વારા લેવામાં આવનારી પ્રવ્રજ્યાને વત્સાનુબંધિતા પ્રવ્રજ્યા કહે છે.
સ્થવિર :
સૂ. ૭૬૧માં દસ પ્રકારના સ્થવિરોનો ઉલ્લેખ છે ઃ ૧. ગ્રામસ્થવિર, ૨. નગરસ્થવિર, ૩. રાષ્ટ્રસ્થવિર, ૪. પ્રશાસ્તાસ્થવિર, ૫. કુલસ્થવિર, ૬. ગણસ્થવિર, ૭. સંઘસ્થવિર, ૮. જાતિસ્થવિર, ૯. શ્રુતસ્થવિર, ૧૦. પર્યાયસ્થવિ૨.
૨૧૮
ગામની વ્યવસ્થા કરનાર અર્થાત્ જેનું કહેવું આખું ગામ માને તેવી શક્તિશાળી વ્યક્તિ ગ્રામસ્થવિર કહેવાય છે. એ જ રીતે નગરસ્થવિર અને રાષ્ટ્રસ્થવિરની વ્યાખ્યા સમજવી જોઈએ. લોકોને ધર્મમાં સ્થિર રાખનારા ધર્મોપદેશકો પ્રશાસ્તાસ્થવિર કહેવાય છે. કુલ, ગણ અને સંઘની વ્યવસ્થા કરનારા કુલસ્થવિર, ગણસ્થવિર અને સંધસ્થવિર કહેવાય છે. સાઠ અથવા સાઠથી વધુ વર્ષની ઉંમરવાળા વયોવૃદ્ધો જાતિસ્થવિર કહેવાય છે. સ્થાનાંગ વગેરે શ્રુતને ધારણ કરનારને શ્રુતસ્થવિર કહે છે. જેનો દીક્ષાપર્યાય વીસ વર્ષનો થઈ ગયો હોય તે પર્યાયસ્થવિર કહેવાય છે. છેલ્લા બે ભેદ જૈન પરિભાષાસાપેક્ષ છે. આ દસ ભેદો પ્રાચીનકાળની ગામ, નગર, રાષ્ટ્ર, કુલ, ગણ વગેરે વ્યવસ્થાના સૂચક છે.
લેખન-પદ્ધતિ :
સમવાયાંગ સૂ. ૧૮માં લેખન-પદ્ધતિના ૧૮ પ્રકાર બતાવવામાં આવ્યા છે જે બ્રાહ્મી લિપિના અઢાર ભેદ છે. આ ભેદોમાં બ્રાહ્મીને પણ ગણાવવામાં આવેલ છે તે કારણે ભેદોની સંખ્યા ૧૯ થઈ ગઈ છે. આ ભેદોના નામ આ પ્રમાણે છે : ૧. બ્રાહ્મી, ૨. યાવની, ૩. દોષોપકરિકા, ૪. ખરોષ્ટ્રીકા, ૫. ખરશ્રાવિતા, ૬. પકારાદિતા, ૭. ઉચ્ચત્તરિકા, ૮. અક્ષરસૃષ્ઠિકા, ૯. ભોગવતિકા, ૧૦. વૈણયિકા, ૧૧. નિહ્નવિકા, ૧૨. અંકલિપિ, ૧૩. ગણિતલિપિ, ૧૪. ગાંધર્વવલિપ, ૧૫. ભૂતલિપિ, ૧૬. આદર્શલિપિ, ૧૭. માહેશ્વરીલિપિ, ૧૮. દ્રાવિડલિપિ, ૧૯. પુલિંદલિપિ. વૃત્તિકારે આ સૂત્રની ટીકા કરતાં લખ્યું છે કે આ લિપિઓના સ્વરૂપ વિષયમાં કોઈ પ્રકારનું વિવરણ મળ્યું નથી એથી અહીં કંઈ લખ્યું નથી : તત્સ્વરૂપ ન રૃષ્ટ, તિ ન વશિતમ્ । હાલમાં મળતાં સાધનોના આધારે લિપિઓ વિષયમાં એટલું કહી શકાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org